નવી
દિલ્હી, તા.13: સ્ટાર ફૂટબોલ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ઇતિહાસ રચ્યો છે. તે તમામ
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક અબજ (100 કરોડ) ફોલોઅર્સ સુધી પહોંચનારો દુનિયાનો પહેલો
વ્યક્તિ બન્યો છે. પોર્ટૂગલ અને હાલ સઉદી અરબ કલબ અલ નાસર તરફથી રમી રહેલા રોનાલ્ડોએ
તા. 13 સપ્ટેમ્બર 2024ની સવારે તેની આ અદભૂત ઉપલબ્ધિ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ
પર ચાહકોને શેર કર્યાં હતા. 39 વર્ષીય ક્રિસ્ટીયાનો રોનાલ્ડો પહેલેથી જ ઈન્સ્ટાગ્રામ
પર દુનિયાભરમાં સૌથી વધુ ફોલોઅર્સ ધરાવે છે. 639 મિલિયન ફોલોઅર્સ સાથે ઈન્સ્ટાગ્રામ
પર રોનાલ્ડોનું રાજ ચાલે છે. આ સંખ્યા દુનિયાની વસતિના લગભગ 8 ટકા છે.
રોનાલ્ડો
ફેસબુક પર 170.પ મિલિયન અને એક્સ (ટિવટર) પર 113 મિલિયન ફોલોઅર્સ ધરાવે છે. રોનાલ્ડોએ
ગયા મહિને તેની યૂ-ટયૂબ ચેનલ લોન્ચ કરી છે. તેના પર 60.પ મિલિયન સબ્સબ્રાઇબર્સ છે.
રોનાલ્ડોએ એક્સ પર લખ્યું છે કે અમે ઇતિહાસ રચ્યો છે. 1 બિલિયન ફોલોઅર્સ. એક એક સંખ્યાથી
ઘણું વિશેષ છે. ખેલ, અમારા પ્રત્યેનું ઝનૂન, પ્રેરણા અને પ્યારનું પ્રમાણ છે. મદીરના
ગલીથી લઇને સૌથી મોટા મંચ પર મેં હંમેશાં મારા પરિવાર અને આપ માટે રમ્યો અને હવે 1
બિલિયન લોકો સાથે ઉભા છે. આપ સહુનો આભાર. આ સૂચિમાં બીજા સ્થાને અમેરિકી સિંગર સેલેના
ગોમેજ 688.2 મિલિયન ફોલોઅર્સ સાથે છે. ત્રીજા નંબર પર જસ્ટિન બિબર પ96.2 મિલિયન ફોલોઅર્સ
સાથે છે.