કુઆલાલમ્પુર
તા.9: મલેશિયા સુપર-1000 બેડમિન્ટન ટૂર્નામેન્ટના પ્રી. કવાર્ટર ફાઇનલ મેચમાં સારી
શરૂઆત બાદ ભારતના એચએસ પ્રણયને હાર સહન કરવી પડી છે. ચીનના ખેલાડી લિ શિ ફેંગ વિરૂધ્ધ
એક કલાક અને 22 મિનિટની ટકકર બાદ પ્રણયનો 21-8, 1પ-21 અને 21-23થી પરાજય થયો હતો અને
ટૂર્નામેન્ટની બહાર થયો હતો. આ પહેલા મહિલા ડબલ્સમાં ભારતીય જોડી ગાયત્રી ગોપીચંદ-ત્રીસા
જોલીનો રાઉન્ડ-16માં ચીનની જોડી સામે 21-1પ, 19-21 અને 19-21થી પરાજય થયો હતો. મિકસ્ડ
ડબલ્સમાં પણ ભારતીય જોડી ધ્રુવ કપિલા-તનીષા ક્રાસ્ટો ચીની જોડી સામે બીજા રાઉન્ડમાં
હારી બહાર થઇ હતી.