લોસ એન્જેલસના જંગલમાં વિકરાળ
આગથી પાંચ મોત: 1500 ઈમારત ખાક, હોલિવૂડ હસ્તીઓના ઘર તબાહ
લોસ એન્જેલસ, તા. 9 : અમેરિકાના
લોસ એન્જેલસ શહેરના જંગલમાં ભયાનક આગથી 1500થી વધુ ઈમારત ખાખ થઈ હતી, તો 16,000 એકર
જમીન પણ ભસ્મ થઈ હતી. આગના લીધે અત્યાર સુધી 5ાંચનાં મોત થયાં છે. તે ઉપરાંત અનેક ગાયક
અને હોલિવૂડ સિતારાઓનાં ઘર પણ તબાહ થયાં હતાં. આગ પર કાબૂ મેળવવા 10 અગ્નિશમન હેલિકોપ્ટર
અને પાંચ મોટા એર ટેન્કર સતત કામે લાગ્યા છે. એક મીડિયા હેવાલ મુજબ, પેસિફિક પેલિસેડ્સ
વિસ્તારથી શરૂ થયેલી આગનો કબજો હવે સમગ્ર ક્ષેત્ર પર થયો છે, જેને 70 કિ.મી. પ્રતિ
કલાકની ઝડપે ફુંકાતા પવન વધુ વિકરાળ બનાવી રહ્યા છે. મંગળવારના શરૂ થયેલી આગ જોતજોતાંમાં
ભયાનક રૂપ લઈ લીધું છે અને નાના-નાના છમકલા દૂર સુધી ફેલાઈ રહ્યા છે.
‘વાઈલ્ડ ફાયર’એ ટેલિવિઝન, હોલિવૂડ
અને મ્યુઝિક ઈન્ડસ્ટ્રીના સિતારાઓના આલિશાન ઘરોને પણ ખાખ કર્યા?છે. પ્રસિદ્ધ અભિનેત્રી
જેનિફર લેરિંસનું ઘર તબાહ થયું હતું. જો કે, તે અને તેનો પરિવાર સુરક્ષિત રીતે બહાર
આવ્યા હતા. તે ઉપરાંત રેપર લીલ વેન, હોલિવૂડના દિગ્ગજ અભિનેતા ટોમ હેંક્સ, પોપ ગાયક
કેટી પેરીના ઘરને પણ ભારે નુકસાન થયું છે.