• શુક્રવાર, 10 જાન્યુઆરી, 2025

સુકમામાં ત્રણ નક્સલવાદી ઠાર

નવ જવાનની શહીદીનો 72 કલાકમાં બદલો

સુકમા, તા. 9 : છત્તીસગઢમાં નકસલવાદી હુમલામાં નવ જવાન શહીદ થયાના 72 કલાકમાં બદલો લેતાં જાંબાઝ જવાનોએ બીજાપુર-સુકમા સીમા પર ત્રણ નકસલવાદીને ઠાર કર્યા હતા.

ડીઆરજી, કોબરા બટાલિયન, સીઆરપીએફ તેમજ એસટીએફના જવાનોએ મોટું અભિયાન છેડતાં આ સફળતા મેળવી હતી.

બીજાપુરમાં ઘાતક હુમલા બાદ સુકમા ક્ષેત્રમાં પણ નકસલવાદીઓ તેવા જ  હિંસક હુમલાને અંજામ આપવાની ફિરાકમાં હતા, પરંતુ જવાનોએ તેમના નાપાક મનસૂબા પર પાણી ફેરવી દીધું હતું.

સુકમા અને બીજાપુર જિલ્લાઓની સીમા પર સ્થિત જંગલમાં ગુરુવારની સવારે સામસામા ગોળીબાર સાથે શરૂ થયેલું ઘર્ષણ દિવસભર ચાલ્યું હતું.

સુરક્ષા દળોની સંયુક્ત ટીમ નકસલવાદ વિરોધી અભિયાન માટે નીકળી હતી, ત્યારે નકસલીઓએ અંધાધૂંધ ગોળીબાર કરવા માંડયો હતો.

ગત સોમવારે નકસલવાદગ્રસ્ત બીજાપુર જિલ્લામાં નકસલવાદીઓએ સૈન્ય વાહન પર નિશાન સાધતાં બોમ્બ ધડાકો કરીને કરેલા હુમલામાં નવ જવાન શહીદ થયા હતા.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક