• શુક્રવાર, 10 જાન્યુઆરી, 2025

ખંભાળિયા બાયપાસ નજીક ડીઝલ ભરેલા ટેન્કરના જોટામાં આગ ભભૂકી

જામનગર, તા.9 : જામનગરની ભાગોળે ખંભાળિયા બાયપાસ ચોકડી પાસે ગઈકાલે રાત્રે ડીઝલ ભરીને રાજકોટ તરફ જઈ રહેલા જીજે 12 એટી 8003 ટેન્કરના પાછલા ટાયરના જોટામાં અકસ્માતે આગ લાગતાં ભારે અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. ટેન્કર ચાલક તેમાંથી છલાંગ લગાવીને બહાર નીકળી ગયો હતો. સૌ પ્રથમ ટેન્કર ચાલક તથા અન્ય લોકોએ એકત્ર થઈને ટેન્કરની અંદર રહેલા ફાયરના નાના બાટલાનો ઉપયોગ કરીને આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં ફાયર શાખાની ટુકડી તાબડતોબ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પાણીનો મારો ચલાવી ટાયરમાં લાગેલી આગને બુઝાવી દીધી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક