ભારત
: 50 ઓવર 5/370
આયરલેન્ડ:
50 ઓવર 7/254
રાજકોટ
તા.12: મીડલ ઓર્ડર બેટર જેમિમાહ રોડ્રિગ્સની પ્રથમ ઇન્ટરનેશનલ સેન્ચૂરી ઉપરાંત ટોપ
ઓર્ડરના બેટર્સના શાનદાર દેખાવ પછી બોલરોના સહિયારા પુરૂષાર્થથી બીજા વન ડે મેચમાં
આયરલેન્ડ સામે ભારતીય મહિલા ટીમનો 116 રને ભવ્ય વિજય થયો હતો. આ જીત સાથે 3 મેચની શ્રેણી
ભારતે 2-0ની અપરાજીત સરસાઇથી કબજે કરી છે. પ્લેયર ઓફ ધ મેચ જેમિમાહે 102 રનની આકર્ષક
ઇનિંગ રમી હતી. ભારતીય મહિલા ટીમે તેનો હાઇએસ્ટ વન ડે ટોટલ કરીને પ વિકેટે 370 રન કર્યાં
હતા. જવાબમાં આયરલેન્ડ મહિલા ટીમના પ0 ઓવરમાં 7 વિકેટે 2પ4 રન થયા હતા. શ્રેણીનો ત્રીજો
વન ડે મેચ તા. 1પમીએ બુધવારે રાજકોટમાં જ રમાશે.
ટોસ
જીતી પ્રથમ દાવ લેનાર ભારતીય મહિલા ટીમે આયરલેન્ડની બોલરોની નિરંજન શાહ સ્ટેડિયમ પર
સારી એવી ધોલાઇ કરીને પ0 ઓવરમાં પોતાનો સર્વોચ્ચ વન ડે સ્કોર પ વિકેટે 370 રન નોંધાવ્યો
હતો. અગાઉ ભારતીય મહિલા ટીમે આયરલેન્ડ સામે
2017માં 2 વિકેટે 3પ8 રન કર્યાં હતા. જે રેકોર્ડ આજે રાજકોટમાં તોડયો હતો. ટીમ ઇન્ડિયાની
ટોપ ફોર બેટર્સે પ0 પ્લસ સ્કોર બનાવ્યા હતા. જેમિમાહ રોડ્રિગ્સે કેરિયરની પહેલી ઇન્ટરનેશનલ
સદી ફટકારીને 91 દડામાં 12 ચોકકાથી 102 રનની આકર્ષક ઇનિંગ રમી હતી. તેના અને હરલીન
દેઓલ વચ્ચે ત્રીજી વિકેટમાં 168 દડામાં 183 રનની આક્રમક ભાગીદારી થઇ હતી. હરલીન દેઓલે
84 દડામાં 12 ચોકકાથી 89 રન કર્યાં હતા.
કપ્તાન
સ્મૃતિ મંધાના અને ઇનફોર્મ બેટર પ્રતિકા રાવલે વધુ એકવાર ભારતને સંગીન શરૂઆત આપીને
પહેલી વિકેટમાં 114 દડામાં 1પ6 રનની ઝડપી ભાગીદારી કરી હતી. સ્મૃતિ મંધાનાએ પ4 દડામાં
10 ચોકકા-2 છકકાથી 73 રનની આતશી ઇનિંગ રમી હતી. પ્રતિકા રાવલ વધુ એક અર્ધસદી સાથે
61 દડામાં 8 ચોકકા-1 છકકાથી 67 રને આઉટ થઇ હતી.
ભારતીય
મહિલા ટીમે 7.40 પ્રતિ ઓવરની સરેરાશથી પ વિકેટે
370 રન કર્યાં હતા.
371
રનના વિજય લક્ષ્યનો પીછો કરતા આયરલેન્ડ તરફથી ક્રિસ્ટીના કુલર રીલીએ 113 દડામાં 10
ચોકકાથી 80 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય સારા ફોર્બ્સે 38 અને લોરા ડેલેનીએ 37 રન કર્યાં
હતા. આયરલેન્ડ ટીમ પ0 ઓવરમાં 7 વિકેટે 2પ4 રને હાંફી ગઇ હતી. ભારત તરફથી દીપ્તિ શર્માએ
3 અને પ્રિયા મિશ્રાએ 2 વિકેટ લીધી હતી.