• બુધવાર, 15 જાન્યુઆરી, 2025

મુંબઈની 14 વર્ષીય ઇરા જાધવે U-19 વન ડેમાં 346* રન ફટકારી ઇતિહાસ રચ્યો

મુંબઈ, તા.12: મહિલા અન્ડર-19 વન ડે ટૂર્નામેન્ટમાં મુંબઈની 14 વર્ષીય બેટર ઇરા જાધવે મેઘાલય વિરુદ્ધના મેચમાં 1પ7 દડામાં 346 રનની રેકોર્ડબ્રેક ઇનિંગ રમીને ઇતિહાસ રચ્યો છે. ઇરા જાધવે તેની 346 રનની અણનમ-વિક્રમી ઇનિંગ દરમિયાન 42 ચોક્કા અને 16 છક્કા ફટકારી મેદાન પર રનનું રમખાણ સર્જ્યું હતું. આ સાથે જ ઈરા જાધવ મહિલા અન્ડર-19 ક્રિકેટમાં સૌથી મોટી ઇનિંગ રમનારી ખેલાડી બની ગઈ છે. ઇરાની આતશી ત્રેવડી સદીની મદદથી મેઘાલય સામે મુંબઈના પ0 ઓવરમાં 3 વિકેટે પ63 રનનો સ્કોર થયો હતો. જે પણ મહિલા અન્ડર-19 વન ડે ટૂર્નામેન્ટનો સૌથી વધુ ટોટલ સ્કોરનો રેકોર્ડ બન્યો છે.

આ મેચમાં મેઘાલયની ટીમે 6 બોલરનો ઉપયોગ કર્યો હતો. તેમાં 3 બોલર્સે 100થી વધુ રનનો ખર્ચ કર્યો હતો. મુંબઈની કપ્તાન હર્લે ગાલાએ 79 દડામાં 116 રનની ઇનિંગ રમી હતી. ઇરા જાધવ 14 વર્ષની છે. તે ક્રિકેટ સફર દાદર સ્થિત પ્રસિદ્ધ શારદાશ્રમ વિદ્યા મંદિરથી કરી હતી. આ સ્કૂલે ભારતને સચિન તેંડુલકર, વિનોદ કાંબલી અને અજિત અગરકર જેવા હોનહાર ક્રિકેટર આપ્યા છે. ઇરા જાધવ મલેશિયામાં રમાનાર અન્ડર-19 વર્લ્ડ કપની ભારતીય ટીમમાં સ્ટેન્ડબાય ખેલાડી તરીકે પસંદ થઈ છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

કેશોદના ચર ગામે પ્રૌઢની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી માંગરોળ પંથકનો શખસ ફરાર હત્યારો પરત્રીની ખરાબ વાતો કરતો હોય ઠપકો આપતા ઢીમ ઢાળી દીધું’તું January 14, Tue, 2025