• શનિવાર, 26 એપ્રિલ, 2025

સુબ્રમણ્યમ અપસેટ સર્જી સ્વિસ ઓપનના કવાર્ટર ફાઇનલમાં વિશ્વ નંબર બે ડેનમાર્કના ખેલાડી એન્ટોનસન સામે વિજય

બાસેલ તા.21: ભારતના નવોદિત બેડમિન્ટન ખેલાડી શંકર મુથુસામી સુબ્રમણ્યમે ડેનમાર્કના વિશ્વ નંબર બે ખેલાડી એન્ડર્સ અંટોનસેનને રસાકસી પછી હાર આપી ઉલટફેર સાથે સ્વિસ ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટ સુપર-300ના મેન્સ સિંગલ્સના કવાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી છે. જૂનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ-2022નો રજત ચંદ્રક વિજેતા અને હાલ 64મા ક્રમના 21 વર્ષીય સુબ્રમણ્યમે ત્રણ વખતના વિશ્વ ચંદ્રક વિજેતા ખેલાડી એટોન્સનને 66 મિનિટની ટકકર બાદ 18-21, 21-12 અને 21-પથી હાર આપી અપસેટ સજર્યોં હતો. સુબ્રમણ્યમ ટૂર્નામેન્ટમાં ભારતનો એકમાત્ર સીંગલ ખેલાડી બચ્યો છે. મહિલા ડબલ્સમાં ગાયત્રી ગોપીચંદ અને ત્રિશા જોલીએ પણ કવાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી છે. આ જોડીનો જર્મન જોડી સામે 21-12 અને 21-8થી સરળ વિજય થયો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક