T-20માં સતત 14 ઇનિંગમાં 25 પ્લસ સ્કોર કરી તેંબા બાવૂમાથી આગળ થયો
જયપુર,
તા.27: મુંબઇ ઇન્ડિયન્સના 360 ડિગ્રી બેટર સૂર્યકુમાર યાદવે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનો
1પ વર્ષ જૂનો એક રેકોર્ડ તોડયો છે. સૂર્યકુમારે આઇપીએલ-202પ સીઝનમાં કુલ 640 રન કર્યાં
છે. આ સાથે જ તેણે મુંબઇ ઇન્ડિયન્સ તરફથી એક સીઝનમાં સૌથી વધુ રનનો સચિનનો રેકોર્ડ
તોડયો છે. સૂર્યકુમારે ગઇકાલના મેચમાં પંજાબ કિંગ્સ સામે પ7 રનની ઇનિંગ રમી હતી. જો
કે તેની આ ઈનિંગ મુંબઇને જીત અપાવી શકી ન હતી. સચિન તેંડુલકરે મુંબઈ ઇન્ડિયન્સ તરફથી
2010 સીઝનમાં 618 રન બનાવ્યા હતા. સૂર્યકુમાર
યાદવે અન્ય એક રેકોર્ડ પણ બનાવ્યો છે. તેણે સતત 14મી ટી-20 ઇનિંગમાં 2પ પ્લસ સ્કોર
બનાવ્યો છે. આ પહેલા આ રેકોર્ડ દ. આફ્રિકાના તેંબા બાવૂમાના નામે હતો. તેણે ટી-20માં
સતત 13 મેચમાં 2પ પ્લસ સ્કોર બનાવ્યો હતો.
પાછલા 14 ટી-20 મેચમાં સૂર્યકુમારનો આ સ્કોર આ મુજબ છે. 29, 48, 27, 67, 28,
26, 68, 40, પ4, 48, 3પ, 73, 30 અને પ7.