• ગુરુવાર, 29 મે, 2025

અમૃતસરમાં બોમ્બ રિસીવ કરતાં વિસ્ફોટ: શખસનું મૃત્યુ

અમૃતસર, તા.ર7 : એક ભેદી બનાવમાં અમૃતસરમાં બોમ્બ રિસીવ કરતાં થયેલા વસ્ફોટમાં ઈજાગ્રસ્ત શખસનું મૃત્યુ થયું છે. બનાવને બબ્બર ખાલસા સંગઠન સાથે જોડવામાં આવી રહ્યો છે. અમૃતસરના નૌશેરા ગામ આસપાસ બનેલા બનાવમાં પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લઈને તપાસ શરૂ કરી છે. શું એ જગ્યાએ બોમ્બ રાખવાનું ગોડાઉન હતું ? તેવા સવાલ ઉઠયા છે કારણ કે ધડાકા બાદ પોલીસે વિસ્ફોટમાં બોમ્બના રિસીવરનું મૃત્યુ થયાની આશંકા દર્શાવી છે કારણ કે કોઈ વિસ્ફોટ ચીજ કે ગ્રેનેડ કલેક્ટ કરતી વખતે વિસ્ફોટ થયો હતો. મૃતકના આતંકી સંગઠન સાથે કોઈ સંબંધ હતા કે કેમ ? તે અંગે તપાસ શરૂ કરાઈ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક