• ગુરુવાર, 29 મે, 2025

નાણાની ઉઘરાણી મામલે અપહરણ કરી શાપરના યુવાનને ઢોરમાર મરાયો

ગોંડલ બસ સ્ટેન્ડ નજીકની ઘટના: ઈજાગ્રસ્ત સારવાર હેઠળ

ગોંડલ, તા.ર7: ગોંડલનાં બસ સ્ટેશન પાસે રૂ.4.પ0 લાખની ઉઘરાણી માટે બાઈકમાં અપહરણ કરી શાપરનાં યુવાનને ઢોરમાર મરાયો હતો. જેમાં ઈજાગ્રસ્તને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો.

પ્રાપ્ય વિગત મુજબ શાપર રહેતા ર1 વર્ષીય વિજયભાઈ રાજુભાઈ સોલંકી ગઈકાલે ગોંડલ હતા ત્યારે અબ્દુલ, સલીમ, કલો, સમીર સહિતનાએ વિજયને ધોકા વડે ઢોરમાર મારતા ઈજાગ્રસ્ત વિજયને ગોંડલ સરકારી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલમાં દાખલ કરાયો હતો. વિજયના પત્ની રાધાએ જણાવ્યું કે, વિજય ભંગારની ફેરી કરે છે. તે અબ્દુલને ઓળખતો હોઇ થોડા સમય પહેલા હાથ ઉંછીના રૂપિયા લીધા હતા. જે પછી અબ્દુલ અવારનવાર સાડા ચાર લાખની ઉઘરાણી કરતો હતો. વિજય ગોંડલમાં હતો ત્યારે બગીચા નજીક બાઈકમાં આવેલા શખસોએ વિજયને બાઈકમાં બેસાડી અબ્દુલ પાસે લઈ ગયા હતા અને ગોંડલના બસ સ્ટેન્ડ પાસે લઈ જઈ માર માર્યો હતો. પોલીસે ઘટના પાછળનું સત્ય જાણવા તપાસ આદરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક