• ગુરુવાર, 29 મે, 2025

માટેલના યુવકે યુવતીના નામે ફેક આઈડી બનાવ્યું, ધરપકડ

મોરબી, તા.27: ટંકારાના રહેવાસી યુવાને પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, છ વર્ષ પહેલા તેની સગાઈ મોરબી તાલુકાના ગ્રામ્ય પંથકમાં રહેતી યુવતી સાથે થઈ હતી. ગત તા.23ના રોજ ફરિયાદી યુવાન પોતાના કામ અર્થે સસરાના ઘરે આવ્યા હતા ત્યારે ઈન્સ્ટાગ્રામ આઈડી પર તેની ભાવિ પત્નીના નામે આઈડી જોયું હતું, જેની સ્ટોરીમાં પત્નીના ફોટો એડિટ કરી ચહેરા પર ઈમોજી મૂકી અભદ્ર લખીને પોસ્ટ કરી હતી. જેથી આ અંગે પત્નીને પૂછતા તેનું આઈડી નથી તેની જાણ બહાર કોઈએ ફોટાનો દુરઉપયોગ કરી ફેક આઈડી બનાવી ફોટો વાયરલ કર્યો છે. મંગેતરને પણ ઈન્સ્ટાગ્રામ આઈડી પર અશોભનીય મેસેજ કરી હેરાન પરેશાન કરતો હોવાનું જણાવ્યું હતું તેમજ ફોટો વાયરલ કરી સગાઈ તોડવાનો પ્રયત્ન કરતા માટેલના આરોપી લાલજી રેવાભાઈ ટોટાને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.

ઇ-પેપરના નવા શુલ્ક