કાઠમંડૂ, તા.ર7 : એવરેસ્ટ મેન તરીકે વિખ્યાત નેપાળી શેરપા-પર્વતારોહીએ નવો ઈતિહાસ આલેખતાં પોતાનો જ રેકોર્ડ તોડયો છે. પપ વર્ષના કામી રીતા શેરપાએ 31 વર્ષમાં 31વાર એવરેસ્ટ (ર903ર ફૂટ) સર કર્યો છે. મંગળવારે તેમણે 31મી વાર એવરેસ્ટ પર નેપાળનો ઝંડો લહેરાવીને આ સિદ્ધી મેળવી હતી.
ઈતિહાસમાં
અત્યાર સુધી કોઈ એક શખસે આટલીવાર એવરેસ્ટ સર કર્યો નથી. કામી રીતા શેરપાએ 1994માં એક કોમર્શિયલ એસપીડિશન
માટે કામ કરતાં પહેલીવાર માઉન્ટ એવરેસ્ટ સરકર્યો હતો ત્યાર બાદ તેઓ લગભગ દર વર્ષે એવરેસ્ટ
ઉપર જતાં રહ્યા છે. શેરપાએ એક નિવેદનમાં કહ્યું કે તેઓ માત્ર પોતાનું કામ કરી રહયા
હતા. રેકોર્ડ સર્જવાની તેમની કોઈ યોજના ન હતી. હું ખુશ છું પરંતુ રેકોર્ડ અંતે તૂટી
જાય છે. મને ખુશી છે કે મારી આ સિદ્ધીથી નેપાળને દુનિયામાં ઓળખ મળી છે.