જયપુર, તા.27: પંજાબ કિંગ્સે 11 વર્ષ પછી પ્લેઓફમાં જગ્યા બનાવી છે અને તે પણ ટોચની ટીમ તરીકે. મુંબઇ સામેની જીતથી ટોચની બે ટીમમાં તેનું સ્થાન નિશ્ચિત થઇ ગયું છે. જો કે ટીમના હેડ કોચ રીકિ પોન્ટિંગે તેના ખેલાડીઓને સાવધ કર્યાં છે કે આપણે હજુ કેટલાક મોટા મુકાબલા રમવાના છે. આથી સંયમ રાખવો પડશે.
મુંબઈ
સામેની જીત પછી પંજાબના કોચ પોન્ટિંગે કહ્યંy લીગ રાઉન્ડના ટીમના દેખાવથી હું ખુશ છું.
આની પાછળ ખેલાડીઓની આકરી મહેનત છે. આ એક પ્રતિભાશાળી ટીમ છે. જે એક દીશમાં આગળ વધી
રહી છે. મારો મતલબ છે ટીમની આ મોટી ઉપલબ્ધિ છે. આપ પાછળ જોશો તો અમે અત્યાર સુધી કાંઇ
હાંસલ કર્યું નથી. હું આ વાત ખેલાડીઓને પણ કહી ચૂકયો છું. હજુ આપણે કવોલીફાય થયા છીએ.
મારું લક્ષ્ય હંમેશાં ટોપ ટૂમાં રહી ક્વોલીફાય થવાનું હતું.
કોચ
પોન્ટિંગે ટીમના કેપ્ટન શ્રેયસ અય્યરની પ્રશંસા કરી હતી. તે ખેલાડી અને ઇન્સાન તરીકે
અવ્વલ છે. તેની સાથે દિલ્હી કેપિટલ્સમાં પણ કામ કર્યું છે. તે ટીમને મજબૂત નેતૃત્વ
પૂરુ પાડી રહ્યો છે. અમારા બન્ને વચ્ચે દોસ્તાના વ્યવહાર છે.