ઓવરઓલ IPL નંબર વન: કુંભમેળો છઠ્ઠા સ્થાને
નવી
દિલ્હી, તા.9 : સર્ચ એન્જિન ગૂગલ દ્વારા ભારતમાં વર્ષ 202પમાં સૌથી વધુ સર્ચ થનારની
સૂચિ જાહેર કરી છે. આ ટોપ ટ્રેડિંગ સર્ચમાં વ્યક્તિગત સૂચિમાં સૌથી ઉપર 14 વર્ષીય ક્રિકેટર
વૈભવ સૂર્યવંશી છે જ્યારે ઓવરઓલ લિસ્ટમાં ટોચ પર આઇપીએલ છે. ગૂગલ સર્ચના વ્યક્તિગત
લિસ્ટમાં વૈભવ સૂર્યવંશી અને પ્રિયાંશ આર્ય બીજા નંબર પર છે. આ સૂચિમાં વિરાટ કોહલી
કે રોહિત શર્મા અથવા શુભમન ગિલ સામેલ નથી.
ગૂગલે
જાહેર કરેલ ભારતના ઓવર ઓલ સૌથી વધુ સર્ચ લિસ્ટમાં સ્પોર્ટ્સનો દબદબો જોવા મળે છે. આઇપીએલ
ટોચ પર છે. આ પછી ગૂગલ જેમિનાઈ છે. એશિયા કપ અને આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી બીજા-ત્રીજા
સ્થાને છે. પાંચમા નંબર પર કબડ્ડી લીગ છે. 6 નંબર પર કુંભમેળો છે. 7 નંબર પર મહિલા
ક્રિકેટ વિશ્વ કપ છે. જેમાં ભારતીય ટીમ ચેમ્પિયન બની હતી. 8 નંબર પર ગ્રોક છે. 9મા
સ્થાને સુપરહિટ ફિલ્મ સૈયારા છે. 10મા ક્રમે તાજેતરમાં જેમનું નિધન થયું છે તે અભિનેતા
ધર્મેન્દ્ર છે.
જ્યારે
વ્યક્તિગત લીસ્ટમાં વૈભવ અને પ્રિયાંશ પહેલા - બીજા નંબર પર છે. ટી-20 સ્ટાર અભિષેક
શર્મા ત્રીજા સ્થાને છે. મહિલા ક્રિકેટર જેમિમા રોડ્રિગ્સ 4 નંબર પર અને સ્મૃતિ મંધાના
7 નંબર પર છે.