• શુક્રવાર, 12 ડિસેમ્બર, 2025

IPL ઓક્શન માટે 350 ખેલાડી શોર્ટલિસ્ટ થયા 240 ભારતીય અને 110 વિદેશી ખેલાડી સામેલ: વધુમાં વધુ 77 ખેલાડી વેચાશે

મુંબઇ, તા.9: આઇપીએલની 16 ડિસેમ્બરે અબુધાબીમાં યોજનારા હરાજીમાં કુલ 3પ0 ખેલાડીઓ પર બોલી લાગશે. જેમાં 240 ભારતીય અને 110 વિદેશી ખેલાડી સામેલ છે. દ. આફ્રિકાના વિકેટકીપર-બેટર કિવંટન ડિ’કોકનું નામ અંતિમ સૂચિમાં સામેલ કરાયું છે. તેની બેઝ પ્રાઇસ 1 કરોડ છે. 2026 આઇપીએલ ઓકશન માટે કુલ 1390 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાંથી 3પ0 ખેલાડી શોર્ટલિસ્ટ થયા છે. આ સૂચિમાં ઓસ્ટ્રેલિયનો ટેસ્ટ સ્ટાર સ્ટીવન સ્મિથ પણ સામેલ છે. તેની બેઝ પ્રાઇસ બે કરોડ રૂપિયા છે. તે આઇપીએલમાં છેલ્લે 2021માં રમ્યો હતો. આ વખતે તે અનસોલ્ડ રહે તેવી પૂરી સંભાવના છે. ટોચની આધાર મૂલ્ય બે કરોડની સૂચિમાં ભારતના બે જ ખેલાડી વૈંકટેશ અય્યર અને રવિ બિશ્નોઇ સામેલ છે. ઓકશનમાં સામેલ 3પ0 ખેલાડીમાંથી ફકત 77 ખેલાડી જ વેંચાશે. કારણ કે 10 ફ્રેંચાઇઝી પાસે આટલા જ સ્લોટ બાકી છે. જેમાં 31 વિદેશી ખેલાડીના સ્થાન સુરક્ષિત છે. કેકેઆર પાસે સૌથી વધુ 64.30 કરોડનું પર્સ છે. તેની પાસે 13 સ્લોટ ખાલી છે. જેમાં 6 વિદેશી સ્લોટ છે. તમામ 10 ફ્રેંચાઇઝી પાસે કુલ મળીને 64.30 કરોડનું પર્સ છે.

ખેલાડીઓના પહેલા સેટમાં સરફરાજ ખાન અને પૃથ્વી શો જેવા ભારતીય ખેલાડી સામેલ છે. આ બન્નેની આધાર કિંમત 7પ લાખ રૂપિયા છે. ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમરૂન ગ્રીન બે કરોડની સૂચિમાં સામેલ છે અને તે હરાજીમાં સૌથી મોંઘો ખેલાડી બને તેવી સંભાવાના છે. 3પ0 ખેલાડીમાં ભારતીય કેપ્ડ ખેલાડીની સંખ્યા 16 છે. જ્યારે અનકેપ્ડ 224 છે. વિદેશી કેપ્ડ ખેલાડી તરીકે 96 અને અનકેપ્ડ તરીકે 14 ખેલાડી છે.

200 કરોડની બેઝ પ્રાઇસમાં 40 અને સૌથી ઓછી 30 લાખની બેઝ પ્રાઇસમાં 227 ખેલાડી સામેલ છે. ઇંગ્લેન્ડના કુલ 21 અને ઓસ્ટ્રેલિયાના 19 ખેલાડી ઓકશનમાં સામેલ છે. દ. આફ્રિકાના 1પ અને વેસ્ટ ઇન્ડિઝના 9 ખેલાડી શોર્ટલિસ્ટ થયા છે. ન્યુઝીલેન્ડના 16 અને શ્રીલંકાના 12 ખેલાડી હરાજીમાં ઉતરશે. અફઘાનિસ્તાનના 10 ખેલાડીને હરાજીમાં જગ્યા મળી છે.

ઇ-પેપરના નવા શુલ્ક