• શુક્રવાર, 12 ડિસેમ્બર, 2025

જૂ. હોકી વર્લ્ડ કપમાં ભારતને કાંસ્ય ચંદ્રક આર્જેન્ટિના સામે 4-2 ગોલથી વિજય

ચેન્નાઇ તા.10: જૂનિયર હોકી વિશ્વ કપમાં ભારતે 9 વર્ષથી ચાલી આવતી ચંદ્રકની ભુખ સમાપ્ત કરીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આજે રમાયેલા આર્જેન્ટિના સામેના કાંસ્ય ચંદ્રક મુકાબલામાં વિપરિત પરિસ્થિતિમાંથી બહાર આવી ભારતીય યુવા હોકી ટીમે 4-2 ગોલથી શાનદાર વિજય હાંસલ કર્યોં હતો. આ જીતથી ભારતીય ટીમ જૂનિયર હોકી વર્લ્ડ કપમાં કાંસ્ય ચંદ્રકની હકદાર બની હતી. ભારતીય જૂ. ટીમે છેલ્લે 2016માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આજના મેચમાં હાફ ટાઇમ સુધી આર્જેન્ટિના ટીમની સરસાઇ 2-0 હતી. દબાણની આ સ્થિતિમાં ભારતીય ખેલાડીઓએ સંઘર્ષ કરી સફળ વાપસી કરી હતી અને અંતમાં 4-2 ગોલથી યાદગાર વિજય મેળવ્યો હતો. ભારત તરફથી અંકિત પાલે 49મી, મનમીત સિંઘે પ2મી, શારદાનંદ તિવારીએ પ7મી અને અનમોલ એક્કાએ પ8મી મિનિટે ગોલ કર્યાં હતા. જયારે આર્જેન્ટિના તરફથી મેચની ત્રીજી અને 44મી મિનિટે ગોલ થયા હતા

ઇ-પેપરના નવા શુલ્ક