• શનિવાર, 27 જુલાઈ, 2024

રાજસ્થાન સામેની હાર બાદ હાર્દિકનો હુંકાર: મુંબઇ હાર માનશે નહીં

મુંબઈ, તા.2: આઇપીએલના ગઈકાલના મેચમાં રાજસ્થાન રોયલ્સનો મુંબઈ ઇન્ડિયન્સ સામે 6 વિકેટે સરળ વિજય થયો હતો. રાજસ્થાનની આ સતત ત્રીજી જીત છે, તો મુંબઈની સતત ત્રીજી હાર છે. આ મેચમાં ફરી એકવાર રિયાન પરાગે રાજસ્થાનની જીતમાં મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી. તે જ્યારે ક્રિઝ પર આવ્યો ત્યારે 126 રનના વિજય લક્ષ્યનો પીછો કરતા રાજસ્થાને 26 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી. બાદમાં રિયાન પરાગે 39 દડામાં પ4 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ સાથે જ તેણે ઓરેન્જ કેપ પણ હાંસલ કરી લીધી હતી. પરાગને નંબર ચાર પર આ સીઝનમાં અજમાવવાનો રાજસ્થાન રોયલ્સ ટીમ માટે ઘણો ફાયદાકારક નિર્ણય રહ્યો છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં 8પની એવરેજ અને 182ની સ્ટ્રાઇક રેટથી પ10 રન કરનાર આસામનો ખેલાડી રિયાન પરાગ ટૂર્નામેન્ટનો સર્વાધિક રન કરનારો હતો. 

મુંબઈ સામેની જીત બાદ રિયાન પરાગે કહ્યંy કે હું ઘરેલુ ક્રિકેટમાં આવી જ પરિસ્થિતિમાં બેટિંગ કરું છું. મને આવી મુશ્કેલ પરિસ્થિતિમાં બેટિંગ કરવાની આદત પડી ગઈ છે. જોશ (બટલર)ના આઉટ થયા બાદ એશ (અશ્વિન) પણ આઉટ થયા. આ પછી મેં વિચાર્યું કે જે હું ઘરેલુ ક્રિકેટમાં પાછલા છ મહિનાથી કરતો આવ્યો છું એવું અહીં કરું. રિયાન પરાગ કહે છે કે આઇપીએલમાં સફળ થવા માટે મેં ઘણી મહેનત કરી છે. તેણે પાછલા મેચમાં પણ રાજસ્થાન તરફથી દિલ્હી સામે 4પ દડામાં 84 રનની અણનમ ઇનિંગ રમી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જીવાપરગામ પાસેથી દારૂ ભરેલી કાર સાથે જૂનાગઢના બે બુટલેગર ઝડપાયા ગુંદાગામ પાસેથી અકસ્માતગ્રસ્ત કારમાંથી દારૂ મળ્યો : ચાલક ફરાર July 27, Sat, 2024