નવી
દિલ્હી, તા. 12 : નવનિર્વાચિત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શપથગ્રહણમાં સામેલ થવા માટે
વિદેશમંત્રી એસ. જયશંકર 20મી જાન્યુઆરીના અમેરિકા પ્રવાસે જશે. શપથગ્રહણ આયોજન સમિતિએ
ભારતને આમંત્રણ આપ્યું છે.
જયશંકર
‘ટીમ ટ્રમ્પ’ના તમામ મંત્રીઓ તેમજ અન્ય તમામ દેશોમાંથી આવેલા નેતાઓ સાથે પણ મુલાકાત
કરશે. ટ્રમ્પ અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે.
અહેવાલો
અનુસાર, ટ્રમ્પના શપથગ્રહણમા સામેલ થવા દુનિયાભરના અબજોપતિઓમાં હોડ લાગી છે. જો કે,
બધી વીઆઇપી ટિકિટ ખતમ થઇ ગઇ હોવાથી સમારોહ માટે મોટાં ડોનેશન આપનારા અનેક લોકોને પણ
પ્રતિક્ષાયાદીમાં નાખી દેવાયા છે. શપથગ્રહણ
સમારોહ સમિતિએ આ કાર્યક્રમ માટે ખર્ચ રૂપે જરૂરી 1400 કરોડ રૂપિયાથી વધુ ભંડોળ એકઠું
કરી લીધું છે.
એવું
મનાઇ રહ્યું છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ટ્રમ્પના શપથગ્રહણના ખર્ચનો આંકડો
1700 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે.
શપથગ્રહણ
માટે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, ઇટાલીના વડાપ્રધાન જોર્જિયા મેલોની, આર્જેન્ટિનાના
રાષ્ટ્રપતિ જેવિયર મિલેઇ સહિત નેતાઓને પણ આમંત્રણ અપાયું છે.
ટ્રમ્પના
પ્રવક્તા કૈસેલી લેવિડે એક સમાચાર ચેનલને કહ્યું
હતું કે, ટ્રમ્પ બધા દેશોના નેતાઓ સાથે ખૂલીને વાત કરવા માગે છે ભલે તે મિત્ર હોય કે
વિરોધી.