• બુધવાર, 15 જાન્યુઆરી, 2025

અમિત શાહ કાલે અમદાવાદમાં ઉત્તરાયણ મનાવશે, જિલ્લા - શહેરોના પ્રમુખની જાહેરાત પણ થઈ જશે 3 દિવસનું રોકાણ કરશે, ઘાટલોડિયામાં પોલીસ સ્ટેશન અને આવાસનાં વિકાસ કાર્યોના કાર્યક્રમમાં હાજરી આપશે

અમદાવાદ, તા.12 : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ 3 દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ કાર્યકર્તાઓ સાથે ઉત્તરાયણની ઉજવણી કરશે. જે બાદ તેઓ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે તેમજ એવું પણ કહેવામા આવી રહ્યંy છે કે, અત્યારે જિલ્લા અને શહેર પ્રમુખોની પસંદગીને લઈને ભાજપનું કોકડું ગુચવાયું છે ત્યારે અમિત શાહ જિલ્લા પ્રમુખો અને શહેર પ્રમુખોનાં નામો અંગે ચર્ચા કરશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલ તા.13ના સાંજે અમદાવાદ આવશે અને તા.14થી 16 જાન્યુઆરી એમ ત્રણ દિવસ ગુજરાતમાં રહેશે. જેમાં તા.14ના સવારે અમિત શાહ થલતેજમાં કાર્યકર્તાઓને ત્યાં ઉત્તરાયણની ઉજવણી કરશે. બાદમાં તેઓ ઘાટલોડિયામાં પોલીસ સ્ટેશન અને આવાસનાં વિકાસ કાર્યોના કાર્યક્રમમાં હાજરી આપશે. સાંજે ન્યૂ રાણીપ આર્ય વિલા ફ્લેટ અને સાબરમતીમાં અર્હમ ફ્લેટ ખાતે ઉત્તરાયણની ઉજવણી કરશે. જે બાદ તા.15ના કલોલ, માણસા ખાતે સરકારી કાર્યક્રમમાં હાજરી આપશે અને તા.16ના વડનગરમાં પી.એમ. મોદી જે સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો તે સ્કૂલમાં પ્રેરણા સંકુલનું ઉદ્ઘાટન કરશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, અમિત શાહ સાથે તમામ મહાનગર અને જિલ્લા પ્રમુખોની નિમણૂક અંગે ચર્ચા કર્યા બાદ નામોની જાહેરાત કરવામાં આવી શકે છે. તા.15 અને 16ના રોજ કેન્દ્રીય નિરીક્ષક ભૂપેન્દ્ર (જુઓ પાનું 10)

યાદવ પણ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન ચાર મહાનગરના પ્રમુખોની ખાસ કરીને ચર્ચા થશે. તા.16થી મહાનગર અને જિલ્લા પ્રમુખોની જાહેરાત કરવામાં આવી શકે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

કેશોદના ચર ગામે પ્રૌઢની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી માંગરોળ પંથકનો શખસ ફરાર હત્યારો પરત્રીની ખરાબ વાતો કરતો હોય ઠપકો આપતા ઢીમ ઢાળી દીધું’તું January 14, Tue, 2025