• મંગળવાર, 17 જૂન, 2025

સ્થાનિક સ્વરાજની ચૂંટણી : ભાજપ, કોંગ્રેસના ‘સ્ટાર’ પ્રચારકો જાહેર

ભાજપના મુખ્ય સ્ટાર પ્રચારકોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ પાટીલ, કોંગ્રેસમાં પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક, પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલનો સમાવેશ

આમ આદમી પાર્ટીએ પણ ‘સ્ટાર’ પ્રચારકોનું લિસ્ટ જાહેર કર્યું

અમદાવાદ, તા.5 : ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે ત્યારે રાજ્યની નગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની સમાન્ય/ મધ્યસત્ર/ પેટા ચૂંટણીનું મતદાન 16 ફેબ્રુઆરીના દિવસે યોજાશે. એવામાં ચૂંટણીને લઈને તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે તમામ પ્રચારકોએ પોતાના સ્ટાર પ્રચારકની યાદી બનાવી ચૂંટણી પંચને સોંપી દીધી છે અને ચૂંટણી પંચે આ યાદીને મંજૂરી પણ આપી દીધી છે. 

ભાજપના સ્ટાર પ્રચારકોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, સાંસદ પુરુષોત્તમ રૂપાલા, સંગઠન મહામંત્રી રત્નાકરજી, વિનોદ ચાવડા, રજની પટેલ, પ્રશાંત કોરાટ, મયંક નાયક, દિપિકા સરડવા, સીમા મોહિલે, ઉદય કાનગડ, બ્રિજેશ  મેરજા અને લાવિંગજી ઠાકોરનો સમાવેશ થાય છે.

જ્યારે કોંગ્રેસના સ્ટાર પ્રચારકોમાં પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક, પ્રદેશ અધ્યક્ષ શક્તાસિંહ ગોહિલ, જીજ્ઞેશ મેવાણી, શૈલેષ પરમાર, અમિત ચાવડા, જગદીશ ઠાકોર, ભરતાસિંહ સોલંકી, સિદ્ધાર્થ પટેલ, પુંજા વંશ, સુખરામ રાઠવા, ઉષા નાયડુ, અમી યાજ્ઞિક, લાલજી દેસાઈ અને ગ્યાસુદ્દીન શેખનો સમાવેશ

થાય છે. 

આ ઉપરાંત અઅઙના સ્ટાર પ્રચારકોમાં ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, હેમંત ખવા, ચૈતર વસાવા, સુધીર વાધાણી, ઉમેશ મકવાણા, પ્રવીણ રામ, પરેશ ગોસ્વામી, રેશ્મા પટેલ, પાયલ પટેલ અને સાગર રબારીનો સમાવેશ થાય છે. 

ઇ-પેપરના નવા શુલ્ક