ગ્રીટમાં
અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી, 2030–-2047ના વિકાસ માટે રોડ મેપ નક્કી થશે
અમદાવાદ,
તા.10 : ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રી મંડળની
બેઠક બાદ પ્રેસ-મીડિયાને માહિતી આપતા પ્રવક્તા
મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસીત ભારત ।઼
2047ના વિઝનને પરિપૂર્ણ કરવા માટે ગુજરાત રાજ્ય સંકલ્પબદ્ધ છે. આ વ્યાપક વિઝનને સાકાર
કરવા મુખ્યમંત્રીએ રાજ્યના સંતુલિત અને સર્વસમાવેશક વિકાસ માટે છ આર્થિક પ્રદેશો માટેના
રીજનલ ઇકોનોમિક માસ્ટર પ્લાનને મંજૂરી આપી છે. આ માસ્ટર પ્લાન રાજ્યના તમામ 33 જિલ્લામાં
સમાન આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવાનો મહત્વપૂર્ણ રોડમેપ પૂરવાર થશે.
વધુ
માહિતી આપતા પ્રવક્તા મંત્રીએ કહ્યું હતું કે, રાજ્ય સરકારની ઉચ્ચ સ્તરીય થીંક ટેંક
ગુજરાત રાજ્ય ઈન્સ્ટિટયુશન ફોર ટ્રાન્સફોર્મેશન- ગ્રીટ આ છ પ્રાદેશિક માસ્ટર પ્લાનને
સફળ બનાવવા માટે સ્ટ્રેટેજીક ફોરસાઈટ અને ડેટા આધારિત ભલામણો પૂરી પાડશે. ગ્રીટની ભલામણો
અને આ રીજનલ ઇકોનોમિક માસ્ટર પ્લાન વિકસિત ગુજરાત ।઼ 2047 અને ગુજરાત ।઼ 2035નો રોડ
મેપ સાકાર કરવા માટેનું મહત્ત્વપૂર્ણ માધ્યમ પૂરવાર થશે.
પ્રવક્તા
મંત્રીએ કહ્યું હતું કે, રાજ્ય સરકારે મંજૂર કરેલા રીજનલ ઇકોનોમિક માસ્ટર પ્લાનના સરળ
અમલીકરણ માટે દરેક રીજન માટે એક ઉચ્ચ અધિકારીની ઇકોનોમિક માસ્ટર પ્લાન કો-ઓર્ડિનેટર
(નોડલ અધિકારી) તરીકે નિમણૂક કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય અનુસાર મધ્ય ગુજરાત
રીજન માટે ઉદ્યોગ કમિશનર પી. સ્વરૂપ, સૌરાષ્ટ્ર રીજન માટે પ્રવાસન વિભાગના સચિવ રાજેન્દ્ર
કુમાર, કચ્છ રીજન માટે ગુજરાત મેરીટાઇમ બોર્ડના વાઈસ ચેરમેન અને ઈઊઘ રાજકુમાર બેનીવાલ,
દક્ષિણ ગુજરાત રીજન માટે સુરત મહાનગરપાલિકાના
કમિશનર શાલિની અગ્રવાલ, સૌરાષ્ટ્રના દરિયા
કિનારાના રીજન માટે ખાણ ખનિજ કમિશનર ધવલ પટેલ તથા ઉત્તર ગુજરાત રીજન માટે ઋઈંઉઈના મેનેજીંગ
ડિરેક્ટર પ્રવિણા ડી.કે.ની નિમણૂંક કરવામાં આવી છે.
આ અધિકારીઓ
જિલ્લાઓના વિકાસ, રોડ-રસ્તા અને સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પોતાના વિસ્તારો
માટે માર્ગદર્શિકા તૈયાર કરશે. આ ઊખઙ કો-ઓર્ડીનેટર
ઇકોનોમિક માસ્ટર પ્લાનના અમલીકરણ સાથે જોડાયેલા સરકારી વિભાગો, ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ,
સ્થાનિક વહીવટી તંત્ર અને ઋછઈંઝ જેવા તમામ હિતધારકો વચ્ચેની મુખ્ય કડી તરીકે કાર્ય
કરશે. તેઓ યોજનાઓ અને મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટ્સ સમયસર પૂરા થાય તે માટે જુદા-જુદા
વિભાગો વચ્ચે સંવાદ અને સહયોગ સુનિશ્ચિત કરશે. આ ઉપરાંત ઊખઙ કોઓર્ડિનેટર દરેક પ્રાદેશિક
યોજના હેઠળ ઓળખાયેલા પ્રોજેક્ટ્સની પ્રગતિ પર સતત નજર રાખશે.