• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

avsan nondh

ચક્ષુદાન

ધોરાજી: જામકંડોરણા તાલુકાનાં ખજૂરડા ગામના ખેડૂત અને દલીત સમાજના અગ્રણી રામાભાઈ દેવાભાઈ આજડાનું અવસાન થતાં પરિવારજનોએ ચક્ષુદાન કરવા અંગે ધોરાજી માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરિયા અને સાગર સોલંકીને જાણ કરતા સરકારી હોસ્પિટલના ચક્ષુદાન સેન્ટરના અધિક્ષક ડો. જયેશ વેસેટીયન અને ડો. શ્રાધિકા મસુરિયા સહિતનાએ પોતાની સેવાઓ આપી હતી. આ તકે મુકેશભાઈ આજડા, ડાયાભાઇ વિંજુડા, મંજુબેન વારગિયા, ભારતીબેન સોલંકી, કૌશલભાઈ સોલંકી વગેરેની ઉપસ્થિતિ હતી.

રાજકોટ: લુહાર સ્વ.ગોપાલભાઈ લક્ષ્મણભાઈ પિત્રોડા (ઉપલેટા)વાળાનું તા.17ના અવસાન થયું છે. બેસણુ તા.19ને ગુરુવારે સાંજે પથી 7 દરમિયાન પર્ણકુટી સોસાયટી કોમ્યુનિટી હોલ, રાજનગર ચોક પાસે, નાના મૌવા રોડ પાસે, રાજકોટ. સસરા પક્ષનું બેસણુ સાથે છે. લૌકિક ક્રિયા બંધ છે.

પ્રાચી તીર્થ: મૂળ કોઠારિયા વાળા હાલ પ્રાચી રણછોડભાઈ માવજીભાઈ કાચા (કાચા બાપા) (ઉં.78) તે જીવરાજભાઈના નાનાભાઈ, રાજેશભાઈ, ગીતાબેન, મનીષાબેન, મધુબેન તેમજ દક્ષાબેનના પિતાશ્રી, રામના દાદા, સુરેશભાઈ કાચા (જૂનાગઢ), નયનભાઈ (જૂનાગઢ), દિવ્યેશભાઈના કાકા, જ્યોતિસભાઈ વાઢેર (મલેશિયા), પરેશભાઈ સરવૈયા (રાજકોટ), સ્વ.જીતુભાઈ વેગડ (ગુંદાળા) તથા ચંદુભાઈ (પ્રાચી)નાં સસરાનું તા.17ના અવસાન થયું છે. બેસણુ તા.19ના સાંજે 4થી 6 તેમના નિવાસ સ્થાને આલિદ્રા રોડ, પ્રાચી છે.

રાજકોટ: ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ નિર્મળાબેન (નીરૂબેન) મહેન્દ્રકુમાર વ્યાસ તે સ્વ.મહેન્દ્રકુમાર જેન્તીલાલ વ્યાસ (ભુ.પુ.િડસ્ટ્રિક્ટ કોર્ટ રજિસ્ટર-જામનગર)નાં પત્ની, તે પરાશર મહેન્દ્રકુમાર વ્યાસ (િસવિલ કોર્ટ-રાજકોટ), નીતાબેન કમલેશકુમાર જોષી, તે દર્શનાબેન નીતિનકુમાર ભટ્ટનાં માતુશ્રી, તે ગજેન્દ્રભાઈ, યશવંતભાઈ જયપ્રકાશ (જીતુભાઈ) પોરબંદરનાં ભાભીનું તા.17ના અવસાન થયું છે. બેસણું તા.19ના સાંજે 4થી 6, એ-2 702 સુંદરમ શિલ્પ, 150 ફૂટ રિંગ રોડ, અયોધ્યા ચોક, એચસીજી હોસ્પિટલની પાછળ, રાજકોટ છે.

પોરબંદર: હાથલા ગામના પ્રદીપભાઈ માધવજીભાઈ સાણથરા (ઉં.55) તે સ્વ.માધવજી ગોકરભાઈ સાણથરાના પુત્ર, તે અલ્પાબેનના પતિ, સ્વ.રમેશભાઈ, પ્રકાશભાઈ, મધુબેનના નાનાભાઈ, તે હાર્દિકભાઈ, જયના પિતાશ્રી, તે ચિરાગ, જીજ્ઞેશ, અભય અને હેતલબેનના કાકાનું તા.17ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.23ના 3થી 5, હાથલા ગામે બ્રહ્મ સમાજની વાડી ખાતે છે.

રાજકોટ: ગુર્જર ક્ષત્રિય કડિયા જૂની પેઢીના કોન્ટ્રાક્ટર સ્વ.ચુનીલાલ શામજીભાઈ ટાંકના પુત્ર રમેશભાઈ (ઉં.70) તે દેવાંગના પિતાશ્રી, તે મીતાબેનના પતિ, તે ભૂપેન્દ્રભાઈ, ધીરેનભાઈ તથા ઉપલેટા સ્વામીનારાયણ મંદિર (બહેનોનું)નાં સાંખ્યયોગી નિલમબેનના પૂર્વાશ્રમના ભાઈ તથા સ્વ.મનોરમાબેન ધીરજલાલ ટાંક (પુના), શારદાબેન ધનજીભાઈ યાદવ (જૂનાગઢ), મીનાબેન પ્રકાશચંદ્ર પરમાર (રાજકોટ)ના ભાઈ તથા જૂનાગઢ નિવાસી અમૃતલાલભાઈ વાળાના જમાઈનું તા.15ના અવસાન થયું છે. બેસણું તા.19ના સાંજે 4-30થી 6-30, નિલકંઠ મહાદેવ મંદિર, કરણપરા શેરી નં.33/36, રાજકોટ છે.

રાજકોટ: સ્વ.ગુણવંતરાય ઓધવજીભાઈ રૂપારેલિયાનાં પત્ની ઉર્મિલાબેન (ઉં.76) તે ખરેડીવાળા સ્વ.વીરચંદભાઈ પિતાંબરભાઈ રાયચુરાનાં પુત્રી, તે ભરતભાઈ, રાજુભાઈ, રજનીભાઈનાં માતુશ્રી, તે હસુભાઈ, જીતુભાઈ, દીપકભાઈનાં બહેનનું તા.16ના અવસાન થયું છે. ઉઠમણું તા.19ના સાંજે 5 કલાકે પંચનાથ મંદિરે છે. પિયર પક્ષની સાદડી સાથે છે.

રાજકોટ: રાજકોટ નિવાસી ઔદિચ્ય ખરેડી સમવાય જ્ઞાતિના રમેશચંદ્ર નંદલાલ જોષી (ઉં.80) તે કોકીલાબેનના પતિ, તે ભાવેશભાઈ, મીરાબેન, આનંદીબેનના પિતાશ્રી, તે માનવભાઈના દાદા, તે મધુરભાઈ ત્રિવેદી, ભાવિષાબેન અને તેજસભાઈ વ્યાસના સસરા, તે જામનગર નિવાસી સ્વ.પ્રભાશંકર ભટ્ટના જમાઈનું તા.17ના અવસાન થયું છે. બેસણું તા.19ના 4-30થી 6-30, સરદારનગર કોમ્યુનિટી હોલ, મવડી પ્લોટ ખાતે છે.

વિસાવદર: જયંતપરી દિલસુખપરી ગૌસ્વામી (ઉ.70) તે રોહિતપરીના મોટાભાઈ, તે જયદીપપરી, મેહુલપરીના પિતાશ્રીનું તા.15ના અવસાન થયું છે. બેસણું તા.19ના 3 થી 6, ગાયત્રી પ્લોટ, વિસાવદર છે.

જામજોધપુર: વાણંદ રસીકભાઈ સવજીભાઈ ગોહેલના પત્ની કાન્તાબેન (ઉ.72) તે ધર્મેશભાઈના માતુશ્રી, તે જીલ, મલયના દાદી, તે કોટડા સાંગાણીવાળા સ્વ.મનસુખભાઈ હંસરાજભાઈ હીરાણી, કિશોરભાઈ, કાન્તિભાઈના બહેન, તે દિનેશભાઈ ભાયાણી (ગોંડલ), આનંદભાઈ બગથરીયા (માણાવદર)ના સાસુનું તા.16ના અવસાન થયું છે. બેસણું તા.19ના સાંજે 4 થી 6, વાણંદ સમાજ વાડી, જામજોધપુર છે.

રાજકોટ: જયશ્રીબેન નરહરી ત્રિવેદી (મીનાબેન) તે મંજુલાબેનના પુત્રી, તે સત્યમભાઈ, પ્રજ્ઞાબેન, વર્ષાબેનના બહેનનું તા.17ના અવસાન થયું છે. બેસણું તા.19ના 4 થી 6, આગમ એપાર્ટમેન્ટ, 22-ન્યુ જાગનાથ પ્લોટ, રાજકોટ છે.

જામનગર: જામનગરના જાણીતા ન્યુરો સર્જન ડો.અરવિંદ રૂપારેલીયાના યુવાન, પ્રતિભાશાળી પુત્ર જોધપુર એઈમ્સના ડો.જીગીષ (ઉ.34) ન્યુરોસર્જન તે ડો.િહતાર્થીના ભાઈ, એડવોકેટ નલીનભાઈ ડી.કક્કડ (પોરબંદર) પરિવારના ભાણેજનું તા.16ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.19ના સાંજે 4 થી 5, ઓશવાળ સેન્ટર બેન્કવેટ હોલ, જામનગર છે. મોસાળ પક્ષની સાદડી સાથે છે.

ગોંડલ: સંજયભાઈ પોપટભાઈ દેલવાડીયા (ઉ.50) તે સુનીલભાઈના મોટાભાઈ, તે મિલનના પિતાનું તા.17ના અવસાન થયું છે. બેસણું તા.19ને સાંજે 4 થી 6, પંચનાથ મંદિર પાસે, કોલેજ ચોક પાસે, ગોંડલ છે.

વિસાવદર: રતિલાલભાઈ ચત્રભુજભાઈ જીવાણીના પત્ની નીતાબેન (ઉ.70) તે સંજયભાઈ, ઉત્તમભાઈ, મયુરભાઈ, રશ્મિબેનના માતુશ્રી, તે તાલાલા નિવાસી ભૂપતભાઈ ગાંધી, હરસુખભાઈ ગાંધીની બેનનું તા.14ના અવસાન થયું છે.

અમદાવાદ: ચંપાબેન ચંદ્રકાંતભાઈ દત્તાણી તે ડો.ચંદ્રકાંતભાઈ મનજીભાઈ દત્તાણીના પત્ની, તે ઉન્મેશભાઈ, નિલેશભાઈના માતુશ્રી, તે પોપટલાલ ગોવિંદજી લાખાણીના પુત્રીનું તા.15ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.19ના સાંજે 4 થી 6, હેરીટેજ સ્કાયઝ એપાર્ટમેન્ટ (ક્લબ હાઉસ), એચડીએફસી બેંકની પાછળ, પ્રહલાદનગર, અમદાવાદ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક