• ગુરુવાર, 07 નવેમ્બર, 2024

avsan nondh

ચક્ષુદાન

રાજકોટ: મૂળ જૂનાગઢ નિવાસી હાલ રાજકોટ નિગમ (ઉં.59) નિવૃત્ત (એરિયા મેનેજર, ડેયઝ મેડિકલ) તે સુરેન્દ્રરાય પરમસુખરાય વસાવડાના પુત્ર, મીતાબેનના પતિ, ધરતી શાશ્વત વૈષ્ણવના ભાઈ, સંજીવ મંકોડી, નિલેશ વત્સરાજના સાઢુભાઈ, દિશાંક, ડો.નિવિદના પિતા, નૈમીષ નલીનકાંત ધનવંતરાય વૈદ્યના બનેવીનું અવસાન થયું છે. અંતિમયાત્રા તા.27ને રવિવારે સવારે 10 કલાકે તેમના નિવાસસ્થાન “પરમદીપ’’, બ્લોક નં.9, એલ.આઈ.સી. સોસાયટી, ટાગોર માર્ગ, રાજકોટ ખાતેથી નીકળી રૈયા સ્મશાન ગૃહ જશે. સદગતના ચક્ષુઓનું દાન કરાયું છે. તહેવારોને અનુલક્ષીને તમામ લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

રાજકોટ: વાલમ બ્રાહ્મણ ધનપતિ શંકર (ધનંજયભાઇ) લક્ષ્મીશંકર ઉપાધ્યાય (ઉં.82) (રીટાયર્ડ આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર), તરલાબેનના પતિ, કુલદીપભાઇ, રૂપાબેન વિપીનભાઇ પાણેરી, સોનાબેન ધવલભાઇ જોષીના પિતાશ્રી, બકુલભાઇ કાંતિભાઇ પંડયાના બનેવી, મનિષાબેન, વિપિનભાઇ જેન્તીલાલ પાણેરી, ધવલભાઇ જગદીશભાઇ જોષીના સસરા, મંત્રમના દાદા, સ્વ. સરસ્વતીબેન જોષી, શ્રીમતી નયનાબેન કમલબાબુ વ્યાસના ભાઇનું તા.26ના અવસાન થયું છે. બેસણું તા.28ના 4થી 5-30 સોમેશ્વર મહાદેવ મંદિર, રવિરત્ન પાર્ક મેઇન રોડ, રાજકોટ છે. સ્વર્ગસ્થના ચક્ષુઓનું દાન કરાયું છે.

કાત્રોડી : મહંત 1008 મહામંડલેશ્વર મણીરામબાપુ તુલસીદાસ બાપુ ગોંડલિયાનું તા.26ના અવસાન થયું છે. સમાધી પૂજન તા.28ને સોમવાર સવારે 10 કલાકે રાખેલ છે.

વાંકાનેર: મૂળ હડમતિયા નિવાસી હાલ, વાંકાનેર જાડેજા અજીતસિંહ બાવુભાના પુત્ર ભગીરથસિંહ (ઉં.45) તે મનહરસિંહ, સહદેવસિંહના ભાઇ, દિવ્યરાજસિંહ, અક્ષરસિંહના પિતાશ્રી, હરદીપસિંહ જાડેજાના ભત્રીજાનું તા.26ના અવસાન થયું છે. બેસણું તા.28ના સાંજે 4થી 6 સ્વપ્નલોક સોસાયટી, પરશુરામ પોટરી, ગણેશજી મંદિર, વાંકાનેર છે.

ગોંડલ: સ્વ. પ્રભુદાસ પરમાનંદ શેઠના પુત્ર, મુકેશભાઇ તે શિવા નિવાસી સ્વ. જશવંતરાય મણિલાલ શાહના જમાઇ, કાર્તિક, મિહિરના પિતાશ્રી, નવીનચંદ્ર, સ્વ. દિલીપભાઇ શેઠ, વર્ષાબેન રૂપાણીના ભાઇનું તા.26ના અવસાન થયું છે. ઉઠમણું તા.28ના 10-30 કલાકે તથા પ્રાર્થના સભા સવારે 11 કલાકે ગાદી ઉપાશ્રય નાની બજાર ગોંડલ છે.

જૂનાગઢ: સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ જોશીપુર જૂનાગઢ નિવાસી નયનાબેન રાજેશભાઇ મહેતા (ઉં.59) તે રાજેશભાઇ કેશવલાલ મહેતા (બીઓઆઇ)નાં પત્ની, જીજ્ઞેશભાઇ (બીઓઆઇ), સોનલબેન, હેતલબેનનાં માતુશ્રી, ચેતનભાઇ, ભરતભાઇનાં ભાભી, દિનેશભાઈના નાના ભાઇનાં પત્નીનું અવસાન થયું છે. બેસણું પરિવાર, પિયર પક્ષનું તા.28ના સાંજે 4થી 6 ઘેડિયા કોળી સમાજ, પાદર ચોક, જોશીપુરા જૂનાગઢ છે.

પાટણ: નીલાબેન પોપટ તે ધીરૂભાઇ પી. પોપટનાં પત્ની, નટુભાઇ તથા ભાવનાબેન એન. પોપટનાં ભાભી, કનુભાઇ, પ્રદીપભાઇ ડો. સુનિલભાઇ, કલ્પેશભાઇનાં માતુશ્રીનું તા.26ના અવસાન  થયું છે. બેસણું તા.28ના સાંજે 4થી 6 કલાકે ખોડાભા હોલ, હાંસાપુર, પાટણ ખાતે રાખેલ છે.

રાજકોટ: સ્વ. મનહરલાલ કુંવરજી રાજાના પત્ની મંજુલાબેન (ઉ.84)તે હરેશ, કેતન, ગીતાબેન, મધુબેન, પન્નાબેન, અંજનાબેનના માતુશ્રી, દર્શન, કોમલના દાદીમા અને સ્વ. મોતીલાલ કુબેરભાઇ ભોજાણીના  પુત્રી, દિનેશભાઇ ભોજાણીના બેનનું તા.25ના અવસાન થયું છે. બેસણું તા.28ને સોમવારે 4 થી 5 નંદકિશોર હોલ, જંકશન પ્લોટ મેઇન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. પિયર પક્ષની સાદડી સાથે છે.

રાજકોટ: આરતીબા શૈલેન્દ્રસિંહ ગોહિલ (ઉ.55) તે શૈલેન્દ્રસિંહ મહોબતસિંહ ગોહિલના પત્ની, મહોબતસિંહ માનસિંહજી ગોહિલના પુત્રવધુ, પ્રદ્યુમનસિંહના ભાભી, મિતરાજસિંહ તથા પુજાબા અર્જુનસિંહ જાદવના માતાનું તા.25ના અવસાન થયું છે. બેસણું તા.28નાં સાંજે 4 થી 6 રાધે હોલ, પારીજાત સોસાયટી, આલાપ સેન્ચુરી પાછળ, રૂડાનગર-2 ની સામે, કાલાવડ રોડ, રાજકોટ  છે.

જસદણ: મોઢ વણીક પ્રવિણાબેન હરેશભાઇ મહેતા (ઉ.70) તે અશોકભાઇ મહેતા, સ્વ. સુરેશભાઇ મહેતા (મુંબઇ)ના ભાભી, વિરલભાઇ હરેશભાઇ મહેતા, સોનલબેન શુષિરકુમાર ધારૈયા (અમરેલી)ના માતુશ્રીનું તા.26ના અવસાન થયું છે.  પ્રાર્થના સભા તા.27ના સાંજે 4 થી 5 ગાયત્રી મંદિર, જસદણ છે.

રાજકોટ: વડનગર નાગર બ્રાહ્મણ માંગરોળના વતની હાલ રાજકોટ મનીષચંદ્ર ઇન્દુલાલ ત્રિવેદીના પુત્ર કુણાલ (ઉ.41) તે શ્વેતાબેનના પતિ, જયમીનભાઇના નાના ભાઇ, શાર્દુલ શુકલના ભાણેજનું તા.25ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.27ના સાંજે 5 થી 6 ધર્મેશ્વર મહાદેવ મંદિર, ધરમનગર, 150 ફૂટ રીંગ રોડ, મારૂતિ શો રૂમ વાળી શેરી, રાજકોટ છે.

રાજકોટ: દશા મોઢ માંડલિયા વણિક જસદણ નિવાસી હાલ રાજકોટ પ્રમિલાબેન સૂર્યકાંતભાઇ કલ્યાણી (ઉ.82) તે સંદીપભાઇ, મનીષભાઇ, સંગીતાબેન રશેસભાઇ રાઠોડ (ન્યુઝીલેન્ડ), જાગૃતિબેન મુકેશભાઇ ગાંધી (મુંબઇ), ડિમ્પલબેન પરાગભાઇ આણંદપરા (મુંબઇ)ના માતુશ્રીનું તા.25ના અવસાન થયું છે. બેસણું, પ્રાર્થના સભા તા.28નાં સવારે 10 થી 11-30 મોઢવણિક વિદ્યાર્થી ભવન 5- રજપૂતપરા, રાજકોટ છે.

રાજકોટ: મુળ ઘોઘાવદર નિવાસી હાલ રાજકોટ ઔદિચ્ય ઘેલારામજી બ્રાહ્મણ સ્વ. મથુરદાસ દેવકૃષ્ણ મહેતાના પુત્ર શશીકાંતભાઇ (ઉ.68) તા.25ના અવસાન પામેલ છે. બેસણું તા.28ના સાંજે 4 થી 6 કાલાવડ રોડ, કટારીયા ચોકડી પાસે, કમલેશ્વર મહાદેવ મંદિરમાં રાખેલ છે.

મોરબી: ઔ. ગુ.સા.ચા. બ્રાહ્મણ મુળ જસદણ હાલ બગથળા (મોરબી)ના સ્વ. કાંતિલાલ રવિશંકર ત્રિવેદીના પત્ની મંજુબેન (ઉ.79) તે વાસુદેવભાઇ ભટ્ટ (બગથળા), દિનેશભાઇ (રાજકોટ) તેમજ સ્વ. શારદાબેન જયંતીલાલ શુકલના બહેન, પ્રવિણાબેન પંડયા, જોત્સનાબેન વ્યાસ, જયશ્રીબેન પંચોલી, દક્ષાબેન ઠકકર,  નયનાબેન યાજ્ઞિક, અસ્મિતાબેન પંચોલી, ચેતનાબેન શુકલ, હિનાબેન શુકલના માતુશ્રીનું તા.25ના અવસાન થયું છે. બેસણું -પિયર પક્ષની સાદડી તા.28ના સાંજે 3 થી 5 મુ. બગથળા, તા.જી. મોરબી છે.

જૂનાગઢ : કિર્તિભાઈ પ્રભાશંકર દલાલ તે પ્રભાશંકર ત્રિભોવનદાસ દલાલના પુત્ર, સ્વ. મહેન્દ્રભાઈ અને મહેશભાઈના નાના ભાઇ, ઇલાબેનના પતિ, રાજેશભાઇના પિતાશ્રી, પૂજાબેનના સસરા, દ્રૂમિલના દાદા, જામનગર નિવાસી સ્વ. અરવિંદકુમાર મણીલાલ પારેખના જમાઈનું તા.25નાં અવસાન થયું છે. ઉઠમણું તા.28ના સવારે 10થી 11 વાગે પ્રાર્થના સભા લોઢિયાવાડી, જલારામ સોસાયટી, જૂનાગઢ છે.

ભાટિયા : શૈલેષભાઈ કોટેચા (ઉ.વ. 56)તે સ્વ. બટુકભાઈ રામજીભાઈ કોટેચા (અલિયાબાડા વાળા)ના પુત્રનું તા. 25ના અવસાન થયું છે.

ઇ-પેપરના નવા શુલ્ક