• બુધવાર, 12 માર્ચ, 2025

નર્સની ભરતી પરીક્ષામાં ગરબડ મામલે જીટીયુએ આરોગ્ય વિભાગને સોંપ્યો રિપોર્ટ

 ક્રમબદ્ધ 100 પ્રશ્નના જવાબ એબીસીડી પ્રકારે જાહેર થતા કૌભાંડની આશંકા

અમદાવાદ, તા. 12: ગુજરાતમાં વધુ એક સરકારી ભરતીમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાના આક્ષેપો લાગી રહ્યા છે. આરોગ્ય વિભાગની વર્ગ-3ની સ્ટાફ નર્સની ભરતી માટે 9 ફેબ્રુઆરી, 2025ના રોજ લેવામાં આવેલી પરીક્ષામાં આન્સર કીમાં ક્રમબદ્ધ 100 પ્રશ્નના સાચા જવાબ એબીસીડી પ્રકારે જાહેર થતા આ ભરતીમાં કૌભાંડની આશંકા વ્યક્ત થઇ રહી છે. ત્યારે હવે સમગ્ર મામલે આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યો છે.

વર્ગ-3ની સ્ટાફ નર્સની પરીક્ષા લેનાર જીટીયુએ આરોગ્ય વિભાગને રિપોર્ટ સોંપ્યો હોવાની સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. ઉમેદવારોની જવાબવહી અને માર્કસ સંદર્ભે આરોગ્ય વિભાગને રિપોર્ટ સોંપાયો આવ્યો છે.

સ્ટાફ નર્સની પરીક્ષામાં 1903 જગ્યા પર 53 હજાર ઉમેદવારે પરીક્ષા આપી હતી. આ રિપોર્ટમાં જવાબવહીમાં અઇઈઉ પેટર્ન અનુસરનાર ઉમેદવારોની  વિગતો  તથા તમામ જિલ્લાના સેન્ટરો પર આ પેટર્ન ફોલોવ થઇ છે કે કેમ અને જો આ પેટર્ન ફોલો થઇ છે તો કયા ક્યા ઉમેદવારોએ ફોલો કરી છે એ તમામ માહિતીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પેપર સેટર દ્વારા તૈયાર કરાયેલ વિગતો આ રિપોર્ટમાં નોંધવામાં આવી છે. આરોગ્ય વિભાગ આ રિપોર્ટ બાદ મોટો નિર્ણય લઇ શકે છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક