દુબઇ તા.10: ન્યુઝીલેન્ડના કેપ્ટન મિચેલ સેંટનરે સ્વીકાર્યું કે ભારતીય કપ્તાન રોહિત શર્માની અસાધારણ ઇનિંગે બન્ને ટીમ વચ્ચે અંતર પેદા કર્યું. તેણે ચાર વિકેટની હારને કડવી-મીઠી યાદ બતાવી હતી. ફાઇનલમાં રોહિતે 83 દડામાં 76 રનની આક્રમક ઇનિંગ રમી હતી. આથી ટીમ ઇન્ડિયાએ રસાકસી બાદ એક ઓવર બાકી રહેતા લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.
મેચ
બાદની પ્રેસ કોન્ફરન્સમાં કિવિઝ કેપ્ટન સેંટનરે કહ્યંy કે મને લાગે છે કે રોહિત શર્માની
ઈનિંગથી અમે મેચથી દૂર થયા. ભારતીય ટીમે દુબઇની પરિસ્થિતિને સારી રીતે સમજી અને સારૂ
ક્રિકેટ રમ્યા. મને લાગે છે કે આ કડવી-મીઠી યાદ જેવો અંત છે. ખિતાબી મુકાબલામાં હાર
છતાં મને ટીમ પર ગર્વ છે. અમે એક સારી ટીમનો સામનો કર્યોં. અમે પૂરા મેચમાં ઘણા પડકાર
આપ્યા. જે સારી નિશાની છે.
સેંટનરનું
માનવું છે કે ભારત સામે રમવું હંમેશા પડકારરૂપ હોય છે. અમને ખબર હતી કે લાહોરના સેમિ
ફાઇનલથી અહીં અલગ પરિસ્થિતિ હશે અને અલગ પડકાર હશે. તેણે સ્વીકાર્યું કે ફાઇનલમાં ઝડપી
બોલર મેટ હેનરીની ખોટ પડી. તે ખભાની ઇજાને લીધે ફાઇનલ મુકાબલાનો હિસ્સો બની શકયો ન
હતો. તે અમારો શાનદાર બોલર છે. તે હરહાલમાં રમવા તૈયાર હતો. પરંતુ કેટલીક વખત ખેલાડી
અને ટીમના ભવિષ્યના હિતમાં ફેંસલા લેવા પડે છે.