• બુધવાર, 12 માર્ચ, 2025

પાકિસ્તાન સામેની T-20 શ્રેણીમાં ન્યુઝીલેન્ડ ટીમનું સુકાન માઇકલ બ્રેસવેલને સોંપાયું

ક્રાઇસ્ટચર્ચ, તા.11: પાકિસ્તાન વિરુદ્ધ રવિવારથી શરૂ થઇ રહેલ પાંચ મેચની ટી-20 શ્રેણીની ન્યુઝીલેન્ડ ટીમની કપ્તાની સ્પિન ઓલરાઉન્ડર માઇકલ બ્રેસવેલ સંભાળશે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં કિવિઝ ટીમનું સુકાન સંભાળનાર મિચેલ સેંટનરને આ શ્રેણીમાં વિશ્રામ અપાયો છે. અનુભવી બેટર કેન વિલિયમ્સન પણ સામેલ નથી. આ ઉપરાંત રચિન રવીન્દ્ર, ડવેન કોન્વે, ગ્લેન ફિલિપ્સ જેવા ખેલાડીઓને પણ પાક. સામેની ટી-20 સિરીઝમાં રેસ્ટ અપાયો છે. બન્ને દેશ વચ્ચેનો પહેલો મેચ રવિવારે ક્રાઇસ્ટચર્ચમાં રમાશે. બીજો મેચ 18 માર્ચે ડૂનેડિનમાં, ત્રીજો મેચ 21 માર્ચે ઓકલેન્ડ ખાતે, ચોથો મેચ 23મીએ ટોરેંગા ઓવેલમાં અને આખરી ટી-20 મેચ 2પ માર્ચે વેલિંગ્ટન ખાતે રમાશે.

ન્યુઝીલેન્ડ ટી-20 ટીમ: માઇકલ બ્રેસવેલ (કેપ્ટન), ફિન એલન, માર્ક ચેપમને, જેકબ ડફી, જેક ફોલ્કસ (ચોથા-પાંચમા મેચ માટે), મિચ હે અને મેટ હેનરી (ચોથા અને પાંચમા મેચ માટે), કાઇલ જેમિસન (શરૂના 3 મેચ માટે), ડેરિલ મિશેલ, જિમી નિશમ, વિલ ઓરૂકે (શરૂના 3 મેચ માટે), ટિમ રોબિન્સન, બેન સિયર્સ, ટિમ સીફર્ટ અને ઇશ સોઢી.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જૂનાગઢમાં સવા અબજના બોગસ બિલ કૌભાંડમાં છ શખસને ત્રણ વર્ષની જેલ પૂર્વ મેયર સહિત બેના અવસાન થતા એબેટ જાહેર March 12, Wed, 2025