બર્મિંગહામ તા.11: બેડમિન્ટનની સૌથી પ્રતિષ્ઠિત ગણાતી ટૂર્નામેન્ટ ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપના પ્રારંભે ભારતને મિશ્ર સફળતા મળી છે. મેન્સ સિંગલ્સના પહેલા રાઉન્ડમાં લક્ષ્ય સેનનો વિજય થયો છે. જયારે એચએસ પ્રણયનો પહેલા રાઉન્ડમાં ફ્રાંસના ખેલાડી ટોમા જૂનિયર પોપોવ સામે બે સીધા સેટમાં 19-21 અને 16-21થી હાર થઇ હતી અને ટૂર્નામેન્ટની બહાર થયો હતો. લક્ષ્ય સેને પહેલા રાઉન્ડમાં નબળી શરૂઆત બાદ ચીની તાઇપેના ખેલાડી એલ યૂ સૂ વિરૂધ્ધ 13-21, 21-17 અને 21-1પથી જીત મેળવી બીજા રાઉન્ડમાં જગ્યા બનાવી છે.
ઓલ ઇંગ્લેન્ડ ચેમ્પિયનશિપમાં ભારતને પાછલા 24 વર્ષની ખિતાબનો ઇંતઝાર છે. છેલ્લે 2001માં પુલેલા ગોપીચંદ મેન્સ સિંગલ્સમાં ચેમ્પિયન થયો હતો. જયારે દિગ્ગજ પ્રકાશ પાદુકોણેએ 1980માં ઇતિહાસ રચી ટાઇટલ જીત્યું હતું.