• બુધવાર, 12 માર્ચ, 2025

UPI ચૂકવણી થઈ શકે મોંઘી

2022થી હટાવાયેલો MDR ફરી લાગુ કરવાની કેન્દ્રની વિચારણા

નવી દિલ્હી, તા.11 : દેશનો મોટાભાગનો વર્ગ ડિજિટલ ચૂકવણી તરફ ઢળ્યો છે ત્યારે યુપીઆઈ અને રૂ-પે ડેબિટ કાર્ડ મારફતે કરવામાં આવતા આર્થિક વ્યવહારો પર નિ:શુલ્ક નહીં રહે અને તેના પર કર ચૂકવવો પડી શકે છે. એક મીડિયા અહેવાલમાં આ દાવો કરવામાં આવ્યો હતો.

અહેવાલ અનુસાર કેન્દ્ર સરકાર યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (યુપીઆઈ) અને રૂ-પે ડેબિટ કાર્ડ દ્વારા કરવામાં આવેલા લેણ-દેણ પરનો મર્ચન્ટ કર ફરી લાવવાના પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે જો તેવું થશે તો ડિજિટલ પેમેન્ટ મોંઘું બની જશે. એક આર્થિક અખબારના અહેવાલ અનુસાર  સરકાર ડિજિટલ વ્યવહારો પરનો વ્યાપાર વેરો લગાવવાની તૈયારી કરી છે. ઉલ્લેખનીય છે કે ડિજિટલ પેમેન્ટ જગતમાં મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (એમડીઆર) એને કહેવામાં આવે છે જે કોઈ વ્યાપારી કે દુકાનદારને પેમેન્ટ સર્વિસ શરૂ કરવા માટે આપવો પડતો હોય છે. આ કરને 2022માં માફ કરવામાં આવ્યો હતો હવે ફરી તેને લાગુ કરવાની વિચારણા સરકારના સ્તરે શરૂ થઈ છે. હાલમાં યુપીઆઈ અને રૂ-પે ડેબિટ કાર્ડથી થતા આર્થિક વ્યવહારો પર કોઈ એમડીઆર લાગુ નથી.

અહેવાલ અનુસાર મોટા વ્યાપારીઓ માટે યુપીઆઈ વ્યવહારો પર એમડીઆર ફરીથી લાગુ કરવાનો પ્રસ્તાવ બેન્કિંગ ઉદ્યોગ દ્વારા સરકારને કરવામાં આવ્યો છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જૂનાગઢમાં સવા અબજના બોગસ બિલ કૌભાંડમાં છ શખસને ત્રણ વર્ષની જેલ પૂર્વ મેયર સહિત બેના અવસાન થતા એબેટ જાહેર March 12, Wed, 2025