• બુધવાર, 12 માર્ચ, 2025

ટ્રમ્પ-મસ્કે હાથ દઝાડયા : અમેરિકી શેરબજાર ધડામ

અમેરિકી અર્થતંત્રમાં મંદીની સંભાવના : નવી સરકારની નીતિઓએ ફેલાવ્યો ગભરાટ

વોશિંગ્ટન, તા.11 : અમેરિકામાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમની સરકારમાં ખાસ સ્થાન મેળવનાર ઉદ્યોગપતિ એલન મસ્કની જોડીએ લીધેલા નિર્ણયોથી અન્ય દેશો સાથે ખૂદ અમેરિકા પણ અસરગ્રસ્ત બન્યું છે. અમેરિકાના અર્થતંત્રને માઠી અસર થવા સાથે શેરબજારની હાલત પણ બગડતાં રોકાણકારોને રડવાનો વારો આવ્યો છે.

અમેરિકા ફર્સ્ટનો નારો આપી તેની અમલવારી કરવા જતાં અન્ય દેશોને દબાવવા-ધમકાવવાની નીતિથી ધાર્યુ પરિણામ મળી રહ્યું નથી. રાષ્ટ્રપતિ પદે શપથ લેતાની સાથે ટ્રમ્પ એક તરફી નિર્ણયો લઈ રહ્યા છે. અત્યાર સુધી ખાસ સહયોગી રહેલા દેશોને પણ ટ્રમ્પ-મસ્કની જોડીએ નારાજ કર્યા છે. અમેરિકાએ એક પ્રકારે દુનિયા સાથે ટેરિફ વોર છેડી દીધી છે. ટ્રમ્પે લાદેલી ટેરિફની અસર અન્ય દેશોના અર્થતંત્રને થતાં થશે પરંતુ અમેરિકાના અર્થતંત્રને થવા લાગી છે. ટ્રમ્પ અને મસ્કનો દાવ ઉંધો પડી રહ્યાની સ્થિતિ સર્જાઈ છે. અમેરિકાના અર્થતંત્રમાં મંદીના પડઘમ સંભળાવવા લાગ્યા છે.

સોમવારે અમેરિકી શેરબજારમાં ભારે કડાકો બોલી ગયો હતો. નવેમ્બર ર0ર3 બાદ પહેલીવાર ડાઓ જોન્સ ર00 ડીએમએ નીચે બંધ થયો હતો. નૈસ્ડેકમાં સૌથી વધુ 4 ટકા કડાકો બોલી ગયો હતો. શેરબજારમાં ધોવાણની અસર એલન મસ્કની કંપની ટેસ્લાને પણ થઈ તેના શેર 1પ.43 ટકા તૂટી રરર.1પ ડોલર પર આવી ગયા હતા. જે બે મહિના પહેલા 488.પ4 ડોલરની સપાટીએ હતા. એલન મસ્કની નેટવર્થમાં સીધુ ર.પ લાખ કરોડથી વધુનું ગાબડું પડયું છે. આ વર્ષે તેમની સંપત્તિમાં 13ર અબજ ડોલરનો ઘટાડો થઈ ચૂક્યો છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જૂનાગઢમાં સવા અબજના બોગસ બિલ કૌભાંડમાં છ શખસને ત્રણ વર્ષની જેલ પૂર્વ મેયર સહિત બેના અવસાન થતા એબેટ જાહેર March 12, Wed, 2025