-ફ્લાઈટ અધવચ્ચેથી પાછી વળાઈ : વિમાનમાં સવાર તમામ 320 લોકોને સલામત ઉતારી લેવાયા
મુંબઈ,
તા.10: મુંબઈથી ન્યૂયોર્ક જઈ રહેલા એર ઈન્ડિયાનાં એક વિમાનમાં બોમ્બ મૂકાયાની સૂચના
અને ધમકીને પગલે વિમાનને અધવચ્ચેથી પરત મુંબઈ બોલાવી લેવાયું હતું. આ વિમાનમાં 320
લોકો સવાર હતાં અને તેમને સલામત રીતે મુંબઈ વિમાનમાંથી ઉતારી લેવામાં આવ્યા હતાં.
એર
ઈન્ડિયાનાં સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, આજે મુંબઈ-ન્યૂયોર્ક ફ્લાઈટ
એઆઈ-119માં સંભવિત ખતરાની સૂચના મળી હતી. જેને બધા યાત્રીઓની સલામતીને ધ્યાને રાખતા
આવશ્યક પ્રોટોકોલનું પાલન કર્યા બાદ વિમાનને પરત મુંબઈ લઈ જવાયું હતું. સૂત્રોનાં જણાવ્યા
પ્રમાણે વિમાનમાં બોમ્બ મૂકાયાની જાણકારી મળી હતી. વિમાનનાં શૌચાલયમાંથી એક પત્ર મળ્યો
હતો ત્યારબાદ સાવધાનીનાં ભાગરૂપે વિમાનને મુંબઈ પરત બોલાવીને સુરક્ષા એજન્સીઓએ આવશ્યક
તલાશી અને તપાસ હાથ ધરી હતી.