• બુધવાર, 12 માર્ચ, 2025

કચ્છમાં ભૂકંપના બે આંચકાથી ફફડાટ રાપર-ભચાઉમાં લોકો ઘરની બહાર દોડી આવ્યા

કચ્છ, તા.11: કચ્છ જિલ્લામાં મંગળવારે ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા. ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટયૂટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ અનુસાર, પહેલો ભૂકંપ સવારે 11-12 વાગ્યે આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.0 નોંધાઇ હતી. તેનું કેન્દ્ર રાપરથી 16 કિલો મીટર પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમમાં હતું. જેની એક મિનિટ પહેલા, 2.8ની તીવ્રતાનો બીજો ભૂકંપનો આંચકો અનુભવાયો, જેનું કેન્દ્ર ભચાઉના ઉત્તર-ઉત્તર પૂર્વમાં હતું. ભૂકંપના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને તાત્કાલિક ધોરણે ઘરની બહાર દોડી આવ્યા હતા.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, કોઇ જાનહાનિ કે માનહાનિ નોંધાઇ નથી.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક