• બુધવાર, 12 માર્ચ, 2025

શેમ્પેન સેલિબ્રેશનથી શમી દૂર રહ્યો

 -કટ્ટરવાદીઓને જવાબ આપ્યો

નવી દિલ્હી તા. 10: ચેમ્પિયન્સ ટ્રોફી મેચ દરમિયાન પવિત્ર રમઝાન માસ દરમિયાન રોઝા ન પાળી શકનાર ટીમ ઇન્ડિયાનો ઝડપી બોલર મોહમ્મદ શમી વિનાકારણ કટ્ટરવાદીઓના નિશાન પર આવ્યો હતે. બરેલવીના મૌલાનાએ રોઝા ન પાળવા માટે શમીને ગુનેગાર ગણાવ્યો હતો. હવે શમીએ આ કટ્ટરવાદીઓને પોતાની રીતે જવાબ આપ્યો છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ચેમ્પિયન્સ થનાર ટીમ ઇન્ડિયાએ ટ્રોફી વિતરણ બાદ સ્ટેજ પર જ શેમ્પેઇનની છોળો ઉડાડી જીતની ખુશી મનાવી હતી. અસલમાં ભારતીય કપ્તાન રોહિત શર્માએ ટ્રોફીની સાથોસાથ ઇનામી રકમનો ચેક અને શેમ્પઇનની બોટલ ભેટમાં મળી હતી. આ પછી ખેલાડીઓએ શેમ્પેઇનની બોટલ ખોલી હતી. ત્યારે શમી ટીમથી થોડા અંતરે દૂર થયો હતો. રમઝાન માસ અને પોતાના મુસ્લિમ ધર્મ પર સન્માન દર્શાવતા શમી આ પ્રકારની ઉજવણીથી દૂર રહ્યો હતે. શમીની આ મામલે લોકો પ્રશંસા કરી રહ્યા છે. ઉજવણીથી દૂર રહેવાનો શમીનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થયો છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જૂનાગઢમાં સવા અબજના બોગસ બિલ કૌભાંડમાં છ શખસને ત્રણ વર્ષની જેલ પૂર્વ મેયર સહિત બેના અવસાન થતા એબેટ જાહેર March 12, Wed, 2025