• બુધવાર, 12 માર્ચ, 2025

ગુજરાત ધખધખ્યું : 12 જિલ્લામાં 41 ડિગ્રીને પાર તાપ

42.8 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર : રાજકોટ અને ભૂજમાં પણ તાપમાન 42 ડિગ્રીને પાર

માર્ચમાં જ મે મહિના જેવી આકરી ગરમીનો પ્રારંભ થતા લોકો અત્યારથી જ તોબા પોકારી ઉઠયા : બપોરે રાજમાર્ગો - બજારો સુમસામ : આજે 9 જિલ્લામાં ઓરેન્જ અને 3 જિલ્લામાં યલો એલર્ટ

 રાજકોટ, તા.11: આ વર્ષે ઉનાળાની શરૂઆત જ આકરી થઇ છે અને મે મહિનાની ગરમીનો અનુભવ માર્ચમાં થઇ રહ્યો છે. છેલ્લા ત્રણેક દિવસથી સૌરાષ્ટ્ર સહિત રજાયના મોટાભાગના વિસ્તારમાં ગરમીનો પારો ઉચકાઇ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે તાપમાન સતત વધી રહ્યું છે એમાં આજે તો રાજયના 9 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું. જેના પગલે સુરેન્દ્રનગર, રાજકોટ અને ભૂજમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર પહોંચી ગયો હતો. જેના કારણે લોકોને રાત્રે પણ અકળામણનો સામનો કરવો પડયો હતો. આજે આખો દિવસ આકરો તાપ રહેવાથી રાજકોટ સહિતનારેડ એલર્ટ વિસ્તારમાં બપોરે તો જાણે કફર્યું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો.

આ વર્ષે ફેબ્રુઆરીમાં વારંવાર સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને માર્ચમાં સક્રિય થયેલી એઁન્ટિ સાઈક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમની અસરથી માર્ચના પ્રથમ અઠવાડિયાથી જ આકરી ગરમી શરૂ થઈ છે. આ બન્ને સિસ્ટમની અસરથી હીટવેવનું મોજું ફરી વળતાં આ વર્ષે માર્ચમાં ગરમીનો પારો ગત વર્ષ કરતાં 16 દિવસ પહેલાં 40 ડિગ્રીએ પહોંચ્યો છે. જેના કારણે લોકોએઁ બપોરથી સાંજ સુધી કાળઝાળ ગરમીનો અનુભવ કર્યો હતો. ખાસ કરીને ઘરની બહાર ફરતા લોકોએઁ માથું ફાડી નાંખે તેવી ગરમીનો અનુભવ કર્યો હતો. આગામી 48 કલાક દરમિયાન શહેરમાં ગરમીનું જોર યથાવત્ રહેવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આવતીકાલે અમદાવાદ, ગાંધીનગર, આણંદ, સુરત, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બનાસકાંઠા અને, રાજકોટમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. જ્યારે પોરબંદર, ભાવનગર અને સાબરકાંઠામાં યલો એલર્ટ અપાયું છે. સમુદ્રકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજ યુક્ત હવામાન રહેવાની શક્યતા છે.

કેમ આટલી ગરમી પડી રહી છે?

હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. એ.કે. દાસના જણાવ્યા અનુસાર ગુજરાત પર હાલમાં ઉત્તર તથા ઉત્તર પૂર્વ દિશા તરફથી પવન આવી રહ્યા છે. આગામી 48 કલાક દરમિયાન રાજ્ય ઉપર કોઈપણ પ્રકારની સિસ્ટમની અસર વર્તાશે નહીં, તેથી સૂર્યનાં સીધાં કિરણો ગુજરાત તરફ આવી રહ્યાં છે. જેને કારણે તાપમાનનું પ્રમાણ વધ્યું છે. 48 કલાક બાદ વેસ્ટન ડિસ્ટર્બન્સની અસરને કારણે મહત્તમ અને લઘુતમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો આવી શકે છે. જેથી ગરમીથી આંશિક રાહત મળવાની શક્યતા છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જૂનાગઢમાં સવા અબજના બોગસ બિલ કૌભાંડમાં છ શખસને ત્રણ વર્ષની જેલ પૂર્વ મેયર સહિત બેના અવસાન થતા એબેટ જાહેર March 12, Wed, 2025