• બુધવાર, 12 માર્ચ, 2025

મોરિશિયસમાં મિનિ હિન્દુસ્તાન વસે છે : મોદી

વડાપ્રધાનને મોરિશિયસનું સર્વોચ્ચ સન્માન એનાયત : ભારતીય સમુદાયને સંબોધનમાં બંન્ને દેશના જોડાણનું મહત્વ સમજાવ્યું

પોર્ટ લુઈસ તા.11 : વડાપ્રધાન મોદીને મોરિશિયસનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર એન્ડ કી ઓફ ધ ઈન્ડિયન ઓશન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ સન્માન મેળનાર તેઓ પહેલા ભારતીય છે.

મોરિશિયસ ખાતે ભારતીય સમુદાયને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહયું કે ભારત અને મોરિશિયસનો ઈતિહાસ સંયુક્ત છે. બંન્નેના સંબંધ ખુબ મજબૂત છે. મોરિશિયસમાં મિનિ હિન્દુસ્તાન વસે છે. મોરિશિયસ સૌને સાથે રાખીને આગળ વધ્યું છે. ભારત માટે મોરિશિયસ ઘણું મહત્વ ધરાવે છે. કલાઈટમેટ ચેન્જ અંગે મોરિશ્યસની વાત સાંભળવામાં આવે. ભારતની ઘણી ફિલ્મો અહીં શૂટ થઈ છે. મોરિશિયસ અલગ અલગ સંસ્કૃતિનો બગીચો છે. આપણે ભવિષ્યની સંભાવનાઓ સાથે જોડાયેલા છીએ. અમે ગિરમિટીયા સમુદાયના આંકડા મેળવી રહ્યા છીએ. ગિરમિટીયા કોન્ફરન્સનું આયોજન કરીશું.

વડાપ્રધાન મોદીએ ભારતીય સમુદાયને કહયું કે હું તમારા માટે સંગમનું જળ લઈને આવ્યો છું. આજે મોરિશિયસમાં મા ના નામનું એક વક્ષ વાવ્યું છે. મોરિશિયસના લોકો વૃક્ષારોપણ અભિયાન સાથે જોડાય. અમે ધરતીને મા માનીએ છીએ. ભારતનું દરેક પગલું મોરિશિયસની સાથે છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જૂનાગઢમાં સવા અબજના બોગસ બિલ કૌભાંડમાં છ શખસને ત્રણ વર્ષની જેલ પૂર્વ મેયર સહિત બેના અવસાન થતા એબેટ જાહેર March 12, Wed, 2025