• બુધવાર, 12 માર્ચ, 2025

દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન રાહુલ નહીં, અક્ષર બનશે

નવી દિલ્હી, તા.11: પોતાના હરફનમૌલા દેખાવથી ચેમ્પિયન્સ ટ્રોફીની ભારતની જીતમાં મહત્ત્વનું યોગદાન આપનાર અક્ષર પટેલ હવે આઇપીએલ-202પ સીઝનમાં દિલ્હી કેપિટલ્સ ટીમનો કેપ્ટન બનાવા માટેનો પ્રબળ દાવેદાર છે. આ ઓલરાઉન્ડરને આઇપીએલ-2024 સીઝનમાં એક મેચમાં દિલ્હી ટીમને કપ્તાન બનાવવામાં આવ્યો હતો ત્યારે દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન ઋષભ પંત હતો અને સ્લો ઓવર રેટને લીધે તેને આરસીબી સામેના મેચમાં રમવાની છૂટ મળી ન હતી.

દિલ્હી કેપિટલ્સ ટીમમાં આ વખતે અનુભવી વિકેટકીપર-બેટર કેએલ રાહુલ પણ સામેલ થયો છે. અક્ષરની માફક તેણે પણ ચેમ્પિયન્સ ટ્રોફીમાં શાનદાર દેખાવ કર્યો છે. રાહુલ પાછલી ત્રણ સીઝનથી લખનઉ સુપર જાયન્ટસનો કેપ્ટન હતો. મેગા ઓકશન અગાઉ તેણે એલએસજીનો સાથ છોડવાનો નિર્ણય લીધો હતો. આઇપીએલની નવી સીઝનમાં તે કેપ્ટન બનવા ઇચ્છુક નથી. કારણ કે તેની પત્ની અથિયા શેટ્ટી સર્ગભા છે. આથી રાહુલ પ્રથમ સંતાનના જન્મ વખતે આઇપીએલના કેટલાક મેચનો હિસ્સો બની શકશે નહીં. આ કારણે તેણે દિલ્હી કેપિટલ્સ ફ્રેંચાઈઝીને જાણ કરી દીધી છે કે તે કેપ્ટનની જવાબદારીથી મુકત રાખવામાં આવે. આથી અક્ષર પટેલનો રસ્તો સાફ થયો છે. અક્ષર પટેલને મેગા ઓકશન અગાઉ 18 કરોડમાં રીટેન કરાયો હતો. અક્ષર પટેલે આઇપીએલમાં 1પ0 મેચમાં 16પ3 રન કર્યાં છે અને 123 વિકેટ લીધી છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જૂનાગઢમાં સવા અબજના બોગસ બિલ કૌભાંડમાં છ શખસને ત્રણ વર્ષની જેલ પૂર્વ મેયર સહિત બેના અવસાન થતા એબેટ જાહેર March 12, Wed, 2025