• બુધવાર, 12 માર્ચ, 2025

સમુદ્ર મંથન : નેવલના 75ના કેડેટસ સઢવાળી હોડીથી પોરબંદરથી દિવનો દરિયો ખેડશે

            પોરબંદરથી દીવ સુધી એક મહાસાગર સફર અભિયાનનું થયું પ્રસ્થાન : સૈન્ય અધિકારીઓ અને જવાનોની ઉપસ્થિતિમાં યોજાયો કાર્યક્રમ

પોરબંદર, તા.12: પોરબંદર ખાતેથી નેવલ યુનિટના 75 કેડેટસના સઢવાળી હોડી મારફતે સૌરાષ્ટ્ર સમુદ્ર મંથનનો શુભારંભ થયો છે અને 220 કિ.મી.નું અંતર કાપીને તેની પૂર્ણાહુતિ થશે. 

એન.સી.સી. ગ્રુપ મુખ્ય મથક, જામનગર એન.સી.સી. ડી.ટી.ઇ. ગ્રુપના નેજા હેઠળ એક મહાસાગર સફર અભિયાન સૌરાષ્ટ્ર સમુદ્ર મંથન (મેનુ-25)નું આયોજન થયુ છે. તા.12થી20 દરમિયાન પોરબંદરથી દીવ સુધી ગુજરાત નેવલ -એન.સી.સી. દ્વારા આ કાર્યક્રમ હાથ ધરવામાં આવી રહ્યો છે. આ અભિયાનમાં ગુજડેટના તમામ નેવલ યુનિટના 75 કેડેટસ ભાગ લઇ રહ્યા છે અને કુલ 220 કિ.મી.નું અંતર કાપશે. કેમ્પ કમાન્ડન્ટ લેફટનન્ટ સી.ડી.આર.  સૌરભ અવસ્થીએ ગુજરાતમાં નેવલ એન.સી.સી. આઉટ રીચ વિશેની સંક્ષિપ્ત માહિતી આપીને કાર્યક્રમની કાયવાહી શરૂ થઇ તેમણે એન.સી.સી. કેડેટની વિવિધ સિદ્ધિઓ અને તાજેતરના ભૂતકાળમાં કેદ્ર અને રાજ્ય બંને સ્તરે એનાયત કરેલા પુરસ્કારોનો પણ ઉલ્લેખ કર્યો હતો. આજે પોરબંદર જેટીથી સઢવાળી હોડી અભિયાનને ફલેગ ઓફ કરવામાં આવ્યુ હતુ. રીઅર એડમિરલ સતીશ વાસુદેવ, એન.એમ. ફલેગ ઓફિસર કમાન્ડિંગ ગુજરાત નેવલ એરિયા, જેઓ આ પ્રસંગે મુખ્ય મહેમાન હતા. આ મેળાવડામાં ભારતીય નૌકાદળ અને ભારતીય કોસ્ટગાર્ડના અધિકારીઓ, નૌકાદળના જહાજોના કમાન્ડિંગ અધિકારીઓ જોડાયા હતા. તેમના સંબોધન દરમિયાન મુખ્ય અતિથિએ પ્રેક્ષકોને ગુજરાતના દરિયાકાંઠા અને ભારતના પ્રાચીન દરિયાઇ ઇતિહાસમાં તેનું મહત્ત્વ વિશે માહિતી આપી હતી.  

ઇ-પેપરના નવા શુલ્ક