• બુધવાર, 12 માર્ચ, 2025

બોગસ દસ્તાવેજથી આધારકાર્ડ બનાવવાનું કારસ્તાન, 11 ઝબ્બે

નકલી આધારકાર્ડથી બેંક એકાઉન્ટ ખોલી સાયબર ચાંચિયાને ભાડે અપાતા’તા : અમદાવાદ ક્રાઈમ બ્રાંચની કાર્યવાહી

અમદાવાદ, તા.13: અમદાવાદ ક્રાઈમ બ્રાંચે બોગસ દસ્તાવેજોથી આધાર કાર્ડ બનાવવાનું કૌભાંડ ઝડપી પાડયું છે. આ કાર્યવાહીમાં સાઈબર ક્રાઈમ પોલીસે 11 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આ કૌભાંડનાં તાર મહારાષ્ટ્ર સુધી પહોંચે તેવી વકી છે. સાઈબર ક્રાઈમે આગળની તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર, સાઈબર ક્રાઈમ પોલીસે બનાવટી દસ્તાવેજોનાં આધારે નકલી આધાર કાર્ડ બનાવતા હતા. જેમાં 11 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં ચેંકાવનારી વિગત સામે આવી છે. આરોપીઓએ જણાવ્યું કે, નકલી આધાર કાર્ડથી બેંક એકાઉન્ટ ખોલવામાં આવતા હતા અને ત્યાર બાદ સાઈબર ઠગોને ભાડે આપી દેતા હતા.

આરોપીઓની પોલીસે પૂછપરછ કરતા એવું બહાર આવ્યું હતું કે, એકાઉન્ટ ભાડે આપ્યા બાદ સાઈબર ઠગો ફ્રોડથી આવેલ રકમ તે એકાઉન્ટમાં જમા કરાવતા હા. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વિવિધ સાઈબર ફ્રોડથી મેળવેલ રકમ ભાડાનાં એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાતી હતી. હાલ, આરોપીઓની પૂછપરછ ચાલુ છે અને તેમની પૂછપરછમાં વધુ ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી વકી છે. સાઈબર ક્રાઈમ પોલીસે આરોપીઓ પાસેથી મોબાઈલ, બેંક ચેકબુક, પાસબુક, ક્રેડિટ અને ડેબિટ કાર્ડ સહિતની સામગ્રી કબજે કરી છે. આ મામલે સાઈબર ક્રાઈમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક