કાઁિડનાર, તા.14: અમારા વહાલસોયાને
પાછા લાવો...આંખમાં આંસુ અને અવાજમાં આક્રંદ સાથે પાકિસ્તાની જેલમાં બંધ માછીમારોના
પરિવારો સરકારને આજીજી કરી રહ્યા છે. કોઈ પતિ માટે તો કોઈ પુત્ર, તો કોઈ પિતાને મળવા
વર્ષોથી વલખા મારે છે. માછીમારો પાકિસ્તાની જેલમાં કેદ હોવાથી ઘણા પરિવારના બાળકોથી
લઈ વૃદ્ધો લાચાર છે. જેથી પાક.ની જેલમાંથી વ્હાલસોયાને મુક્ત કરાવવામાં આવે તેવી વધુ
એક રજૂઆત થઈ છે.
પાકિસ્તાન મરીન સિક્યોરીટી દ્વારા
અપહરણ કરવામાં આવેલા 217 ભારતીય માછીમારો વર્ષ 2021થી જેલમાં યાતના ભોગવે છે. જેમાંથી
કેટલાક શારીરિક અને માનસિક રોગથી પીડાવા લાગ્યા છે. દરમિયાન રાજ્યસભાના સાંસદ અને ગુજરાત
કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ સમડી પાકિસ્તાની જેલમં બંધ માછીમારોના પરિવારની 50 જેટલી મહિલા
દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. સમુદ્ર શ્રમિક સંઘ પ્રમુખ બાલુભાઈ સોચાના નેતૃત્વમાં
મહિલાઓએ આવેદન પાઠવ્યું હતું. જેમાં માછીમારોને પાક.ની જેલમાંથી મુક્ત કરાવવા પગલા
લેવાની માગ કરાઈ હતી. બીજી તરફ શક્તિસિંહ ગોહીલે આ મુદ્દે કેન્દ્ર સરકારમાં રજૂઆત કરવાની
ખાતરી આપી હતી.