• બુધવાર, 12 માર્ચ, 2025

રાજ્યમાં છેલ્લા બે વર્ષ દરમિયાન 2043.59 કરોડની લતાનીં ચોરી જીએસટી ચોરીના 17,191 કેસ : 15ની ધરપકડ કરાઈ

અમદાવાદ, તા.10: રાજ્યમાં છેલ્લા બે વર્ષ દરમિયાન રૂ. 2043.59 કરોડની જીએસટીની ચોરી થઈ હોવાનું રાજ્યના નાણામંત્રી કનું દેસાઈએ આજે વિધાનસભા ગ્રુહમાં સ્વીકાર કર્યો હતો 

આજે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાએ પૂછેલા એક પ્રશ્નના લેખિત ઉત્તરમાં જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષ દરમિયાન 17,191 જીએસટી ચોરીના કેસો દ્વારા રૂ.2043.49 કરોડની ચોરી થવા પામી હતી 

રાજ્યના નાણામંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે જીએસટીની ચોરીમાં સંડોવાયેલા 15 વ્યક્તિઓની જીએસટી કાયદા અન્વયે નિયમ અનુસાર ધરપકડ કરવામાં આવી છે આ ઉપરાંત જીએસટીની ચોરીમાં સંડોવાયેલા ઇસમોના અને વ્યાપારીઓના નામે નોંધાયેલા જીએસટી નંબર રદ કરવામાં આવ્યા છે. 

આ સાથે કાયદાકીય જોગવાઈઓ મુજબ બાકી વસુલાતની કાર્યવાહી માટે શોકોઝ નોટીસ તેમજ એજ્યુડીકેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. એજ્યુડીકેશનની કાર્યવાહી બાદ સરકારી વેરાની વસુલાત માટે બેન્ક ટાંચ, મિલકત ટાંચ, વેરા શાખ બ્લોક કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. 

નોંધનીય બાબતે છે કે રાજ્યના નાણા વિભાગ દ્વારા જીએસટી ચોરીમાં સંડોવાયેલા વ્યક્તિઓના કે વેપારીઓના જીએસટી નંબર રદ કરવામાં આવે છે પરંતુ જાણવા પ્રમાણે, આવા જ વેપારીઓ દ્વારા બીજાના પાનકાર્ડ ઉપર ફરીથી જીએસટી નંબર મેળવીને આ જ ધંધો જીવંત રાખતા હોય છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક