મુંબઈનો
પરિવાર અંકલેશ્વર હાઇ વે પરથી પસાર થતો હતો ત્યારે નડયો અકસ્માત : ચાર ઘાયલ
વડોદરા,
તા.8 : મુંબઈના પાલઘરનો પરિવાર અજમેર શરીફ ઉર્સમાંથી પરત ફરી રહ્યો હતો ત્યારે અંકલેશ્વર
હાઇ વે પર બાકરોલ બ્રીજ પાસે તેમની કાર ટ્રકમાં ઘૂસી જતા ગમખ્વાર અકસ્માત થયો હતો.
જેમાં પરિવારના ત્રણ સભ્યનાં મૃત્યુ થયા હતા જ્યારે 4 ઘાયલ થયા હતા.
રાત્રિના
3 વાગ્યાના સુમારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર હાઇ વે પર સુરત તરફ જતા ટ્રેક પર કારને
અન્ય વાહને પાછળથી ટક્કર મારી હતી. બાકરોલ બ્રીજ પાસે અર્ટિગા આગળ જઈ રહેલી ટ્રક સાથે
અથડાઈ હતી. ભયાનક અકસ્માતને કારણે કારમાં સવાર 7 લોકો અંદર જ ફસાઈ ગયા. અકસ્માતને પગલે
હાઇ વે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. પોલીસ અને 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે એકત્ર થઈ
ગઈ હતી. ક્રેનની મદદથી અકસ્માતમાં સેન્ડવિચ થયેલી કારમાંથી ઈજાગ્રસ્તોને બહાર કાઢવામાં
આવ્યા હતા. આ અકસ્માતમાં 32 વર્ષીય તાહિર શેખ, 23 વર્ષીય આયર્ન ચોગલે અને 25 વર્ષીય
મુદ્દાસરણ જાટનું ગંભીર ઈજાને કારણે ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું જ્યારે કારમાં
સવાર અન્ય ચાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને બહાર કાઢી વધુ સારવાર માટે ભરૂચ સિવિલ
હોસ્પિટલ બાદ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અકસ્માત અંગે અંકલેશ્વર રૂરલ
પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.