• શુક્રવાર, 10 જાન્યુઆરી, 2025

ખાખરેચી ગામના માલધારીની 13 ગાય કતલખાને વેચી નાખનાર છ શખસ ઝડપાયા

ચીખલી ગામના શખસે કતલખાને આપી દીધી’તી

માળિયામિયાણા, તા.8 : ખાખરેચી ગામના માલધારીએ  ચરાવવા આપેલી ગાયોમાંથી 13 ગાયને કતલખાને ધકેલી દીધાની વિગતો પ્રકાશમાં આવતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો અને પોલીસે ચીખલી ગામના છ શખસ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

આ અંગેની વિગત એવી છે કે, ખાખરેચી ગામે રહેતા જલાભાઈ ઉર્ફે જીલાભાઈ ભલુ શિયાર નામના આધેડે ચીખલી ગામે રહેતા મુસ્તાક અમીન લધાણી અને આમીન કરીમ લધાણી નામના શખસોને તેની માલિકીની ર0 ગાય અને બળદેવ મેવાડાની 30 ગાય મળી કુલ પ0 ગાય પૈસા આપી રખેવાળ તરીકે ચરાવવા માટે આપી હતી.

બાદમાં બન્ને શખસે જલાભાઈની ત્રણ ગાયો અને બળદેવભાઈની 11 સહિત 14 ગાયો રૂ.8પ હજારની કિંમતની પરત આપી નહોતી. આ અંગે જલાભાઈ શિયારે પોલીસમાં મુસ્તાક લધાણી અને આમીન લધાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો હતો.

આ બનાવમાં પોલીસે મુસ્તાક અને આમીનને ઝડપી લઈ આકરી પૂછતાછ કરતા બન્ને શખસે અન્ય શખસોને કતલખાને વેચી દીધાની કબૂલાત આપી હતી અને પોલીસે રમજાન હારુન જામ, અલાઉદ્દીન મુસા જામ, અબ્બાસ મુસા મોવર અને સાઉદ્દીન ઓસમાણ કાજેડિયાને ઝડપી લઈ રિમાનડ પર લેવા તજવીજ હાથ ધરી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક