જામ
ખંભાળિયા, તા.12: દ્વારકાના મુળવાસર ગામે વર્ષ 2020માં થયેલી હત્યાના કેસમાં અદાલતે
આરોપીને આજીવન કેદની સજા અને રૂ.31 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.
આ કેસની
વિગત મુજબ કરશનભા જેઠાભા ભઠડ, અર્જુનભા કરશનભા ભઠડ , વેજાભા ખેંગારભા ભઠડ અને કાંયાભા
ઘોઘાભા માણેક (રહે. ચારેય મુળવાસર, તા.દ્વારકા)ને ફરીયાદી દેવલબેન વેજાભા લખુભા માણેકના
ભાણેજ દિનેશભા નાગશીભા સુમણીયાને આરોપી નં.3 વેજાભા ખેંગારભા ભઠડની પત્ની સાથે બોલવા-ચાલવા
બાબતે ઝઘડો થયો હોવાની પોલીસ ફરિયાદ કરી હતી. જેનો ખાર રાખી આરોપીઓએ તા.21/05/2020
ના છરી વડે હુમલો કરતા દિનેશભા નાગશીભા સુમણિયાની હત્યા કરી હતી. જે અંગે પોલીસે આરોપીઓ
વિરુદ્ધ હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ કેસ ચાલી જતા કુલ
26 સાક્ષીઓને તપાસવામાં આવેલ તેમાં ફરીયાદી તેમજ નજરે જોનાર સાહેદ દેવલબેનની જુબાની
અને તબીબી સાહેદોની જુબાની તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા અને રૂ.15000 દંડ તથા આઈપીસી
કલમ -325માં 7 વર્ષની સખત કેદની સજા અને રૂ.5000 દંડ, આઈપીસી કલમ - 324 હેઠળ 3 વર્ષની
સખત કેદની સજા ફરમાવતો હુકમ કર્યો છે.