અમદાવાદ તા. 13: (ફૂલછાબ ન્યૂઝ)
શિક્ષણ ક્ષેત્રના લોકોનું માથું ફરી એકવાર શરમથી ઝૂકી જાય તેવો બનાવ સાબરકાંઠામાં બન્યો
છે. જન્મદિવસની કેક કાપવાના બહાને સંસ્કૃત અને ઈંગ્લીશ વિષય ભણાવતા એક શિક્ષકે
હિંમતનગર તાલુકાની ગ્રામશાળામાં એસએસસીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની ઉપર સતત
બે કલાક દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બહાર આવી છે.ઇડર રોડ ઉપર આવેલા ગેસ્ટ હાઉસમાં
ધોરણ 10માં અંગ્રેજી અને સંસ્કૃત ભણાવતા શિક્ષકે સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું.
શાળાનો શિક્ષક પોતાની વિદ્યાર્થિનીને
જન્મદિવસને કેક કપવાના બહાને ઈડર રોડ ઉપર આવેલા ગેસ્ટહાઉસમાં લઈ ગયો હતો. બે કલાક સુધી
તેણે વિદ્યાર્થિની ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું. સગીરાની સ્થિતિ લથડતા સિવિલ હોસ્પિટલ
મૂકી શિક્ષક પલાયન થઇ ગયો હતો. જ્યારે સગીર વિદ્યાર્થીનીએ ઘટનાની જાણ કરી, ત્યારે ઘટનાસ્થળે
પહોંચેલા પરિવારના સભ્યોએ તેમની પુત્રીને સાંત્વના આપી અને સમગ્ર ઘટના અંગે ગ્રામીણ
પોલીસને જાણ કરી. આ મામલે પોલીસે ફરીયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.