જસદણ, તા.14 : જસદણમાં પવિત્ર
સંબંધને લાંછનરુપ એક કિસ્સો પ્રકાશમાં આવતા સમગ્ર મામલો પોલીસમાં પહોચ્યો હતો. આ બનાવ
અંગે પોલીસે બહેનને બ્લેકમેઈલીંગ કરી દુષ્કર્મ આચરનાર કૌટુંબિક ભાઈ વિરુધ્ધ ફરિયાદ
નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી નરાધમ ભાઈની ધરપકડ કરી હતી.
આ અંગેની વિગત એવી છે કે, જસદણમાં રહેતા ભાવેશ ચનાભાઈ ઝાપડીયા
નામના શખસે તેની બહેન સાથે આત્મીયતાનો સંબંધ બાંધ્યા બાદ બહેનનો ભોળપણનો ગેરલાભ ઉઠાવી
બહેનને અલગ અલગ સ્થળે ફરવા લઈ ગયો હતો અને બાદમાં એક દિવસ ભાવેશએ તેની બહેનને ફોટા
બતાવી બ્લેકમેઈલીંગ કરી દુષ્કર્મ આચર્યુ હતું.
બાદમાં બહેનને અલગ અલગ સ્થળે
લઈ જઈ ધમકાવી દુષ્કર્મ આચર્યું હતું અને બાદમાં બહેન કંટાળી જઈ પરિવારને વાત કરતા પરિવારજનો
ચોંકી ઉઠયા હતા અને સમગ્ર મામલો પોલીસમાં પહેંચ્યો હતો.
આ બનાવ અંગે પોલીસે બહેનના પરિવારની
ફરિયાદ પરથી કૌટુંબિક ભાઈ ભાવેશ ચનાભાઈ ઝાપડીયા વિરુધ્ધ પોકસો સહિતની કલમ હેઠળ ગુનો
નોંધી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.