• બુધવાર, 12 માર્ચ, 2025

ધ્રાંગધ્રા પાસેથી કેમિકલ ચોરી કૌભાંડ ઝડપાયું : રૂ.83.89 લાખનો મુદ્દામાલ કબજે ચાર શખસ પકડાયા : સાત ફરાર : એસએમસીનો દરોડો

ધ્રાંગધ્રા, તા.14 : અમદાવાદ-કચ્છ હાઈવે પર ઘણા સમયથી વાહનોમાંથી કેમિકલ ચોરીનું કૌભાંડ ચાલતું હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી એસએમસીના સ્ટાફે દરોડો પાડી કેમિકલ ચોરીનું કૌભાંડ ઝડપી લીધું હતું અને રૂ.83.89 લાખનો મુદ્દામાલ કબજે કરી ચાર શખસને ઝડપી લીધા હતા જ્યારે સાત શખસ ફરાર થઈ જતા શોધખોળ શરૂ કરી હતી.

આ અંગેની વિગત એવી છે કે, અમદાવાદ-કચ્છ હાઈવે પર રામાપીરના મંદિર પાસે ખુલ્લા પ્લોટમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરી કરવામાં આવતી હોવાની બાતમીના આધારે એસએમસીના સ્ટાફે દરોડો પાડતા નાસભાગ મચી ગઈ હતી. પોલીસે રૂ.33 લાખનું કેમિકલ, ટેન્કર, ટેમ્પો, 3પ બેરલ, ર0 કેરબા અને એક મોટર, ચાર મોબાઈલ અને રોકડ સહિત રૂ.83.89 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસે દરોડા દરમિયાન રમેશ કુરાંજી મીણા, રાકેશ હીરાલાલ મીણા, રમેશ મોહન મીણા અને સાવન ધનજી રાજગોરને ઝડપી લીધા હતા જ્યારે યુવરાજસિંહ કિરીટસિંહ જાડેજા, શૈલેષ પટેલ, રાહુલ, ચકુભાઈ, જીવાભાઈ અને એક ચાલક સહિત સાત શખસ ફરાર થઈ ગયા હતા. પોલીસે 11 શખસ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક