• બુધવાર, 12 માર્ચ, 2025

રાજકોટમાં સાડીની દુકાનમાંથી 13.62 લાખની મતાનો હાથફેરો

સીસીટીવી કેમેરામાં કેદ બે તસ્કરની શોધખોળ

 

રાજકોટ, તા.9 : શહેરના દીવાનપરા મેઈન રોડ પર આવેલી સાડીની દુકાનમાં તસ્કરોખાબક્યા હતા અને રૂ.11.પ0 લાખની

રોકડ તથા સોનાના પેન્ડલ સહિત રૂ.13.6ર લાખની મતાનો હાથ ફેરો કરી ફરાર થઈ ગયા હતા. પોલીસે કેમેરામાં કેદ બે તસ્કરની શોધખોળ શરૂ કરી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

આ અંગેની વિગત એવી છે કે, દોઢસો ફુટ રીંગ રોડપર જ્યોત પાર્કમાં રહેતા અને દીવાનપરા મેઈન રોડ પર મનાલી ટેક્સટાઈલ નામે સાડીની હોલસેલ દુકાન ધરાવતા શશીકાંતભાઈ ગોપાલભાઈ રાયઠઠ્ઠા નામના વેપારીની દુકાનમાં તસ્કરો ખાબક્યા હતા અને દુકાનમાં કાઉન્ટરના લોકરમાંથી રૂ.11.પ0 લાખની રોકડ તેમજ ડ્રોઅરમાં શ્રીનાથજી ભગવાનના બે સોનાના પેન્ડલ તેમજ રૂ. 4 હજારના દશના સિક્કા મળી કુલ રૂ.13.6ર લાખની મતાનો હાથફેરો કરી ફરાર થઈ ગયા હતા.

આ બનાવ અંગેની જાણ થતા પોલીસ સ્ટાફ દોડી ગયો હતો અને હાથ ધરેલી તપાસમાં દુકાનમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં બે

તસ્કરો કેદ જોવા મળ્યા હતા અને અગાસીમાંથી બન્ને તસ્કર દુકાનમાં ખાબક્યા હતા.

પોલીસે વેપારી શશીકાંતભાઈ રાયઠઠ્ઠાની ફરિયાદ પરથી બે અજાણ્યા શખસો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો અને કેમેરામાં કેદ તસ્કરોની ઓળખ મેળવવા પ્રયાસ હાથ ધરી શોધખોળ શરૂ કરી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક