• બુધવાર, 12 માર્ચ, 2025

રાજ્યમાં નવા વર્ષની પ્રથમ લોક અદાલતમાં 13.02 લાખ કેસોમાંથી 7.03 લાખ કેસોનો નિકાલ કરાયો

4.37 લાખ પ્રિ-લિટીગેશનના કેસમાં સમાધાન : ઈચલણના 3.80 લાખ કેસમાં 18 કરોડની રકમ વસૂલાઈ

 

અમદાવાદ, તા. 9: રાજ્યમાં નવા વર્ષની પ્રથમ મેગા લોકઅદાલત જિલ્લા અને તાલુકા અદાલતોમાં યોજાઈ હતી. આ લોક અદાલતને અભુતપૂર્વ સફળતા મળી હતી.જેમાં 13.02 લાખ કેસોમાંથી 7.03 લાખ કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો.

ગુજરાતની લોક અદાલતના ઇતિહાસનું સર્વ શ્રેષ્ઠ પરિણામ સામે આવ્યું છે. જેમાં સમગ્ર રાજ્યમાં 13.2 લાખ કેસમાંથી 7.3 લાખ કેસનો સુખદ નિવેડો આવ્યો છે. આશરે રૂ. 2 હજાર 743 કરોડના એવોર્ડ મુકરર કરાયા છે. કુલ 4.37 લાખ પ્રિ-લિટીગેશન કેસમાં સમાધાન થયુ છે. જેમાં રૂ. 75.39 કરોડના એવોર્ડ મુકરર કરાયા છે. ઈ-ચલણના 3. 80 લાખ કેસમાં 18 કરોડની વસૂલાત કરાઈ છે.

નવા વર્ષની પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલતનું સમગ્ર રાજ્યમાં આયોજન કરાયુ હતુ. જેમાં આ લોક અદાલતનો લાભ મહતમ પક્ષકારો લઈ શકે તે માટેનું આયોજન કરવામાં આવ્યું હતુ. લોક અદાલતમાં પેન્ડિંગ મોટર અકસ્માતના વળતરને લગતા દાવાઓનો સમાધાન કારી વલણથી નિકાલ કરાયો છે તેમજ દિવાની દાવાઓ, નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ચેક પરતને લગતી ફોજદારી તકરારો, માત્ર દંડની શિક્ષાપાત્ર કેસો, દાંપત્ય જીવનને લગતી તકરારો તથા ઔદ્યોગિક તકરારો અંગેના કેસો પણ મુકાયા છે. જેમાં 13, 02,486 જેટલા કેસો સમાધાન માટે મૂકવામાં આવ્યા હતા. તેમાં 7, 03, 517 કેસનો સુખદ નિવેડો આવ્યો છે.

દાંપત્ય જીવનને લગતી 2761 તકરારોનો પણ લોક અદાલતથી અંત આવ્યો છે. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ બિરેન વૈષ્ણવના માર્ગદર્શનમાં લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતુ. વર્ષ 2024 માં કુલ ચાર લોક અદાલત યોજાઈ હતી. જેમાં કુલ 21,61,048 કેસોનો સુખદ નિકાલ કરવામાં આવ્યો હતો.


વિસાવદરમાં લોકઅદાલતમાં

298 કેસનો નિકાલ

વિસાવદર, તા.9 : વિસાવદરમાં યોજાયેલી લોક અદાલતમાં લીટીગેશન અને પ્રિલીટીગેશનના કેસો મુકવામાં આવ્યા હતા અને સ્પે.સીટીંગના પ8 કેસમા રૂ.11,600 નો દંડ વસુલવામાં આવ્યો હતો અને સિવિલ કોર્ટના ચાલુ 18પ કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો અને પ7 પ્રિ-લીટીગેશનના અને ફેમિલી કોર્ટ અને એડી.ડીસ્ટ્રી.કોર્ટના કુલ ર98 કેસનો નિકાલ કરવામા આવ્યો હતો અને રૂ.4.6ર કરોડની રકમનું સમાધાન કરાવવામા આવેલ હતું.

પોરબદરમાં લોક અદાલતમાં 2572 કેસનો નિકાલ

પોરબંદર, તા.9 : પોરબંદર ખાતે યોજાયેલી લોક અદાલતમાં રપ7ર કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો અને રૂ.4.3પ કરોડથી વધુની રકમનુ સમાધાન કરવામાં આવ્યું હતું. આ લોક અદાલતમાં પ્રિ લીટીગેશનના 1307 કેસો તેમજ સ્પે.સીટીગના કુલ 1009 કેસો અને અન્ય રપ6 કેસો મળી કુલ રપ7ર કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. 

 


ઇ-પેપરના નવા શુલ્ક