રાજકોટ.તા.1ર
: ધ્રાંગધ્રાંમાં કાર્યપાલક ઈજનેર કચેરીના તત્કાલીન સીનીયર કર્લાક વિરુધ્ધ લાખોની અપ્રમાણસરની
મિલ્કતનો ગુનો નોંધી ધરપકડની તજવીજ હાથધરી વધુ તપાસ હાથધરવામાં આવી છે.
આ અંગેની
વિગત એવી છે કે,ધ્રાંગધ્રાંની કાર્યપાલક ઈજનેર કચેરીમાં ફરજ બજાવતા તત્કાલીન સીનીયર
કર્લાક (ઈન્ચાર્જ નાયબ હીસાબનીશ) રાજેશ હરકીશનભાઈ દેવમુરારી વિરુધ્ધ એસીબીના ડીવાયએસપી
કે.એચ.ગોહીલ તથા સ્ટાફ દ્રારા તપાસ હાથધરવામાં આવીહતી.અને કર્લાક રાજેશ દેવમુરારી દ્રારા
ફરજના તા.1/4/ર01રથી તા.31/8/ર019ના સમયગાળા દરમિયાન ભ્રષ્ટ્રાચાર આચરી નાણા તથા મિલ્કતો
વસાવવામૃ આવી હોવાનુ ખુલ્યુહતુ. અને રુ.36.39 લાખની અપ્રમાણસરની મિલ્કત વસાવવામાં આવી
હોવાનુ ખુલતા એસીબી પીઆઈ. એમ.ડી.પટેલએ તત્કાલીન સીનીયર કર્લાક રાજેશ હરકીશન દેવમુરારી
વિરુધ્ધ અપ્રમાણસરની મિલ્કતનો ગુનો નોધવામાં આવ્યોહતો.આ અંઊગેની વધુ તપાસ રાજકોટ રુરલ
એસીબી પીઆઈ. જે.એમ.આલ તથા સ્ટાફે હાથ ધરી હતી.