• ગુરુવાર, 13 માર્ચ, 2025

શુભમન ગિલને ICC પ્લેયર ઓફ ધ મન્થ એવોર્ડ સ્ટીવન સ્મિથ અને ગ્લેન ફિલિપ્સને પાછળ રાખી એવોર્ડ જીત્યો

દુબઇ, તા.12: ભારતીય વન ડે ટીમનો ઉપસુકાની અને સ્ટાર બેટર શુભમન ગિલ ફેબ્રુઆરી-202પ માટે આઇસીસી પ્લેયર ઓફ ધ મન્થ જાહેર થયો છે. શુભમન ગિલે ઓસ્ટ્રેલિયાના અનુભવી બેટધર સ્ટીવન સ્મિથ અને કિવિઝ સ્પિન ઓલરાઉન્ડર ગ્લેન ફિલિપ્સને પાછળ રાખીને આ એવોર્ડ કબજે કર્યો છે. ગિલે ફેબ્રુઆરી મહિનામાં પ વન ડે મેચમાં 101.પ0ની જોરદાર એવરેજથી અને 94.16 સ્ટ્રાઇક રેટથી 406 રન કર્યાં હતા. તેણે ઇંગ્લેન્ડ સામેની 3 મેચની વન ડે શ્રેણીમાં બે અર્ધસદી અને એક સદી ફટકારી હતી અને ભારતની 3-0ની જીતમાં મુખ્ય યોગદાન આપ્યું હતું. આથી પ્લેયર ઓફ ધ સિરીઝ પણ થયો હતો. આ પછી ફેબ્રુઆરીમાં ચેમ્પિયન્સ ટ્રોફીના બે મેચમાં પણ ગિલનો શાનદાર દેખાવ રહ્યો હતો. દુબઇમાં બાંગલાદેશ વિરુદ્ધ 101 અને પાકિસ્તાન સામે 46 રનની ઇનિંગ રમી હતી.

શુભમન ગિલે તેની કેરિયરમાં આઈસીસી પ્લેયર ઓફ ધ મન્થ એવોર્ડ ત્રીજીવાર જીત્યો છે. અગાઉ 2023માં જાન્યુઆરી અને સપ્ટેમ્બરમાં આ સન્માન મેળવ્યું હતું. ગિલ હવે આઇપીએલમાં ગુજરાત ટાઇટન્સની કપ્તાની સંભાળશે. તેને 16.પ0 કરોડમાં રીટેન કરાયો હતો.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ધ્રાંગધ્રાંમાં કાર્યપાલક ઈજનેર કચેરીના તત્કાલીન કલાર્ક વિરુધ્ધ રૂ. 36.39 લાખની અપ્રમાણસરની મિલ્કતનો ગુનો નોંધાયો March 13, Thu, 2025